Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 248
________________ આદ્રકકુમાર ૩૧ પણ તેણે માન્યું નહીં. અંતે તેના પિતાએ કહ્યું કે, સાધુ તો સંસારત્યાગી હોય છે; તે લગ્ન કરી કેાઈની સાથે ગૃહસંસાર માંડે નહીં. તેમજ તે સાધુ કોણ હતો, કચાને હતો તે પણ તું જાણતી નથી. ત્યારે કન્યાએ કહ્યું કે, હું તેમના પગ બરાબર ઓળખું છું. છેવટે તેના પિતાએ તેને સાધુ સંન્યાસીઓને ભિક્ષાદાન આપવામાં પિતાનું જીવન વ્યતીત કરવાની સલાહ આપી. એક દિવસ પેલે સાધુ જ ત્યાં ભિક્ષા લેવા આવી ચડ્યો. તેને પેલી કન્યાએ તરત ઓળખી કાઢ્યો. કન્યાની બધી વાત સાંભળી, પ્રસન્ન થઈ, તેણે તેની સાથે લગ્ન કર્યું અને એક પુત્ર થતા સુધી ગૃહસ્થી તરીકે તેની સાથે રહેવાનું કબૂલ કર્યું. કાળાનુક્રમે તેને પુત્ર થશે અને તે બોલી ચાલી શકે તેટલી ઉંમરનો થતાં તેણે સંસાર ત્યાગીને ફરી સાધુ થવાને પિતાને જૂનો નિશ્ચય જાહેર કર્યો. એટલે પેલી ચતુર સ્ત્રી તરત રેંટિયો કાંતવા બેઠી. તેના પુત્રે તેને તેમ કરતી જોઈને પૂછયું કે, મા તું શું કરે છે ? ત્યારે તેણે કહ્યું કે, તારા પિતા આપણને અનાથ છોડી ચાલ્યા જાય છે, અને તું હજી કમાઈ શકે તેટલી ઉંમરનો છે નહિ, એટલે “અનિંદ્ય તથા સ્ત્રી જનને ઉચિત એવા આ ઉદ્યમથી તારું હું ભરણપોષણ કરીશ. આ સાંભળી પિતાને પ્રિય એવે તે બાળક કાચા સૂતરનું કોકડું લઈ, પોતાના પિતા બેઠા હતા ત્યાં ગયો અને તેમની આસપાસ તે કાચા સૂતરના તાર વીંટતો કહેવા લાગ્યું કે, હવે તમે શી રીતે જવાના છો ? પિતાએ બાળકે દીધેલા આંટા ગણી જોયા તો તે બાર થયા, એટલે તેણે બાર વર્ષ ગૃહરથી તરીકે રહેવાનું કબૂલ કર્યું. બાર વર્ષ પુરા થતાં તે ફરી પ્રવ્રા લઈ ચાલી નીકળે. રસ્તામાં જગલમાં શિકરાજના માણસેએ એક નો હાથ પકડીને બાંધ્યો હતો. તે આ સાધુને દેખતાં જ બધા બંધ તોડી નાખી છૂટ થઈ ગયો. આ જોઈ, રાજાએ નવાઈ પામી આદ્રકને તેનું કારણ પૂછયું. એટલે આર્દકે જવાબ આપે કે, ઘરમાં કાચા સૂતરના તાંતણાથી બંધાયેલે હું છૂટો થઈને નીકળી શકે છે, એટલે મને દેખી આ હાથી તેના બળવાન પાશે તેડી શકે છે. કારણ કે, સૂમ સ્નેહતંતુઓ જ તોડવા દુષ્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282