Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 277
________________ મહાવીરસ્વામીને સંયમધમ કે, ચંદ્રમના રાજ્ય દરમ્યાન ૧૩ વર્ષને કારણે દુકાળ પડ્યો હતો અને તે પ્રસંગે જૈનોમાં શ્વેતાંબર દિગબરના ઝઘડાનું મૂળ નંખાયું હતું. ચંદ્રગુપ્ત રાજા થયો તે અરસામાં જૈનસંઘ સંભૂતિવિજયના નેતૃત્વ હેઠળ હતો. પરંતુ સંભૂતિવિજય આ અરસામાં એટલે કે વીર પછી ૧૫૬ વર્ષે મરણ પામ્યા. એટલે તેમની પછી તેમના ગુરુભાઈ ભદ્રભાહુ સંધના નેતા બન્યા.* દુકાળને વખતમાં ભદ્રબાહુ કેટલાક અનુયાયીઓને લઈ દક્ષિણમાં ચાલ્યા ગયા. દુકાળ પૂરો થતાં તે બધા પાછા આવ્યા ત્યારે તેમણે જોયું તો મગધવાળા સાધુઓએ આચારમાં ઘણું છૂટછાટ મૂકી હતી. તે તેમને પસંદ પડયું નહિ. ભદ્રબાહુ પછી તપ કરવાને નેપાલમાં ચાલ્યા ગયા. અને આગમ ગ્રંથે ભેગા કરવા મળેલી સમિતિમાં તેમણે ભાગ લીધે નહિ. દક્ષિણમાંથી પાછા આવેલા સાધુઓએ મગધવાળાઓએ એકત્રિત કરેલા ગ્રં મંજૂર રાખ્યા નહિ. આમ તેમની વચ્ચે તીવ્ર મતભેદનું મૂળ નખાયું. એટલે સંભૂતિવિજયને જ અખંડ જૈનસંધના છેલ્લા આચાર્ય માનવા જોઈએ. અને તે કારણે જ તેમના મૃત્યુની ઘટનાને જૈન ઇતિહાસમાં અગત્યની માનીને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ સાથે જોડી દેવામાં આવી હોય એમ બને. પરંતુ મહાવીરનો નિર્વાણ સમય ઈ. સ. પૂ. ૪૬૭માં માનવાને બીજાં પણ કારણો છે. હેમચંદ્ર સુધ્ધાં સમગ્ર જૈનપરંપરા ભદ્રબાહુનું મૃત્યુ વાર પછી ૧૭૦ વર્ષે થયેલું માને છે. હવે જે મહાવીરના નિર્વાણનું વર્ષ ઈ. સ. પૂ. ૫ર૭ લઈએ, તે ભદ્રબાહનું મૃત્યુ ઈ. સ. પૂ. ૩૫૭માં માનવું જોઈએ. જેનપરંપરા ભદ્રબાહુને * તે તથા તેમની પછી આચાર્યપદે આવનાર, સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્ર બને, ૧૪ પૂર્વ ગ્રંથો જાણતા હતા. પણ સ્થૂલભદ્ર છેલ્લાં ચાર પૂર્વ કેઈ ને શીખવી શકે તેમ નહોતું. તેથી દિગંબરે ભદ્રબાહુને છેલ્લા કૃતકેવલી માને છે, જ્યારે શ્વેતાંબરે સ્થૂલભદ્રને માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282