Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૨ મહાવીરસ્વામીને સંચમધમ મગધની જૂની રાજધાની રાજગૃહ પ્રાધાન્ય ભોગવે છે, જ્યારે જૈન ગ્રંથમાં કુણિકની નવી રાજધાની ચંપા મુખ્ય સ્થાન લે છે. એ વસ્તુ અજાતશત્રુના રાજ્યના અંતભાગને વધુ સૂચિત કરે છે, કે જે વખતે બુદ્ધ હયાત ન હોય પણ મહાવીર હયાત હોય. પા. ૧૬૭, લી. ૫-૧૩: એ ફકરામાં તથા અન્ય સ્થળે (૫-૧૫૦-૧; ૧૮૭) જે અઢાર પાપકર્મો અથવા પાપસ્થાનને ઉલ્લેખ છે, તે અનુક્રમે નીચે પ્રમાણે છે; સામાન્ય રીતે તેમને અર્થ પણ નીચે જણાવ્યા પ્રમાણે જ લેવાય છે : ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. અબ્રહ્મચર્ય પ. પરિગ્રહ ૬. કેધ ૭. માન ૮. માયા (કપટ) ૯. લોભ ૧૦. રાગ ૧૧. લેષ ૧૨. કલેશ (કલહ) ૧૩. અભ્યાખ્યાન (ખેટા આક્ષેપ) ૧૪. પશુન્ય (ચુગલી કરવી) ૧૫. રતિ-અરતિ (આનંદથી મત્ત થવું અને શેકથી ખિન્ન થઈ જવું) ૧૬. પરપરિવાદ (બીજાની નિંદા) ૧૮. મિથ્યાદશનશલ્ય. (કુદેવ, ગુરુ, અને કુધર્મને સાચા માની સેવા) પા. ૧૯૧ લી. ૧૭: અહીં જણાવેલ અંડજ, પિતજ, ઉગ્ગહ અને પગૂહ એ ચાર પ્રતિબંધોને બદલે કલ્પસૂત્રમાં નીચેના ચાર જણાવ્યા છે: અનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય (સચિત્ત સ્ત્રી છે કે અચિત્ત આભૂષણ ઇ૦) સંબંધી, ક્ષેત્ર સંબંધી, કાળ સંબંધી અને (ક્રોધ, માન, રાગ, દ્વેષ આદિ) ભાવ સંબંધી. પા. ૨૪૦, લી. ૧૨ ઇ: ગૌતમના કેવળજ્ઞાનની હકીકત આ પ્રમાણે છે : પિતા પ્રત્યેને ગૌતમને રાગ દૂર કરવા ભગવાન મહાવીરે તેમને પોતાના નિર્વાણની રાત્રીને આગલે દિવસે નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને ઉપદેશ આપવા મોકલી દીધા. પછી પાછલી રાતે ભગવાન નિર્વાણ પામ્યા. પાછા ફરતાં તે સમાચાર જાણે ગૌતમ મહાશોમાં મગ્ન થઈ ગયા અને તે દરમ્યાન તેમને તે રાતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282