Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 276
________________ ૨૫૯ આમ બુદ્ધના કાલનિર્ણય સાથે જૈન પરંપરાને ઘણો વિરોધ આવે છે. એટલે બેમાંથી એક કાલનિર્ણયને ખોટો ગણવો જોઈએ. પરંતુ બુદ્ધના કાલનિર્ણયને બીજા ઐતિહાસિક પ્રમાણે સારા જે ટેકે છે, એટલે તેને બે ગણી શકાય તેમ નથી. પરંતુ આ જગાએ હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ જૈન લેખક જ ઉપર જણાવેલી જનપરંપરામાં અમુક સુધારો સૂચવે છે. આપણે ઉપર મેરૂતુંગે ટાંકેલા લોકમાં જઈ આવ્યા છે, તેમાં મૌર્યવંશ એટલે કે ચંદ્રગુપ્ત મહાવીરના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે ગાદીએ આવ્યું એમ જણાવ્યું છે. પરંતુ હેમચંદ્ર પોતાના સ્થવિરાવલીચરિત” (પરિશિષ્ટ પર્વન) માં જણાવે છે કે, “મહાવીરના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્ત રાજા થયે.” આપણે હેમચંદ્રને એ સુધારો કબૂલ રાખીએ, તો મહાવીરના નિર્વાણકાળ અને વિક્રમ સંવત વચ્ચે ૨૧૫-૨૬૫ને બદલે ૧૫૫+૨૫૫ એટલે કે ૧૦ વર્ષ ગયાં હતાં એમ ઠરે, એટલે કે મહાવીર ઈ. સ. પૂ. ૪૬૭માં નિર્વાણ પામ્યા હતા એમ નક્કી થાય. મહાવંશમાં જણાવ્યા પ્રમાણે અજાતશત્રુ બુદ્ધના નિર્વાણ (ઈ. સ. પૂ. ૪૭૭) પહેલાં ૮ વર્ષે (ઈ. સ. ૪૮૫માં) ગાદીએ આવ્યું હતું. અને ગાદીએ આવ્યા પછી તેનું પહેલું જ કાર્ય કેશલના વૃદ્ધ રાજા સાથે લડાઈ હતું. હવે ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગોશાલ એ યુદ્ધ પછી તરત જ શ્રાવસ્તીમાં મરણ પામ્યો હતો. અને મહાવીર ગોશાલના મૃત્યુ પછી ૧૬ વર્ષ જીવ્યા હતા. એટલે પણ મહાવીરને નિર્વાણસમય ઈ. સ. પૂર્વે ૪૬૮-૬૭ જેટલો આવીને ઊભો રહે. અલબત્ત, હેમચંદ્રની ગણતરી પ્રમાણે ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ ઈ. સ. પૂ. ૩૧૨માં થયું હતું એમ કરે. બીજા પ્રમાણે પ્રમાણે તે સમય તેનાથી ૧૦-૧૨ વર્ષ પહેલાં હું જોઈએ. પરંતુ સંભવ છે કે, મહાવીર પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ થવાને બદલે તે વખતે ચંદ્રગુપ્તના રાજ્ય દરમ્યાનની જૈનોને લગતી કોઈ મહા અગત્યની બીના જ બની હોય. અને આપણે જાણીએ પણ છીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282