Book Title: Mahasati Shree Sursundarino Ras Author(s): Veervijay, Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray View full book textPage 6
________________ પ્રકાશકની પેન જણાવે છે...! ચિનગારીને સામગ્રી મળે અને જ્યોતરૂપે પ્રગટે. પ્રકાશ પાથરે. તેમ... પ.પૂ.સૂર્યપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. જીતકલ્પાશ્રીજી મ. સા.ને ૩-૪ વર્ષથી સુરસુંદરીના રાસનોઅનુવાંદ ક૨વાની ભાવના હતી. પંડિતશ્રી વીરવિજયજી મ. સા. કૃત પદ્ય ‘સુર સુંદરીનો રાસ' પુસ્તક મેળવી સં.૨૦૫૩ના છાપરિયા શે૨ી જૈન મોટા ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમ્યાન અનુવાદ કાર્ય સુંદર રીતે પૂર્ણ કર્યું. અમારા શ્રીસંઘના અનન્ય ઉપકારી પૂ.સા.શ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા અમારા સંઘના જ (લાડીલા પુષ્પાબેન) સાક્ષી પ્રશશીલાશ્રીજીની પુણ્ય સ્મૃતિમાં સા.શ્રી જીતકલ્પાશ્રીજીએ રાસને અનુવાદ સહ પુસ્તક રૂપે પ્રકાશીત કરવાનું વિચાર્યુ. એક એક કડી મળીને સાંકળ બને છે...... પુસ્તકના છાપકામની સોહામણી સાંકળ..... તેની એક કડી બન્યા શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય સંઘના શ્રાવક-શ્રાવિકાઓ. તો અન્ય કડી બન્યા છે કથાને આધારે સુંદર ચિત્રો તૈયાર કરી આપનાર હીનાબેન નરેશભાઇ શ્રોફ તથા ભામિનીબેન પ્રવિણભાઇ શાહ. સુંદર ચિત્રાલેખન કરી પુસ્તકની શોભા વધારી છે. આ પુસ્તકનું સુંદર-સુઘડ અને આકર્ષક છાપકામ કરી જૈનાનંદ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી ભપેન્દ્રભાઇ મોહનલાલ બદામી તથા તેમના પુત્રો નિર્ભયભાઇ તથા તેજસભાઇએ બધી કડીઓને સાંકળી લઇ સુંદર ગ્રંથ તૈયાર કરવામાં સહાય કરી છે. પ.પૂ. જીતકલ્પાશ્રીજી મ.સાહેબે આ પુસ્તક પ્રકાશનનો લાભ અમને આપ્યો એ અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યા સમાન છે. આ પૂજ્યશ્રીનો ઉપકાર અમો ભૂલી શકીએ તેમ નથી. પં. વીરવિજયજી કૃત ‘સુરસુંદરીના રાસ’નું સરળભાષામાં અનુવાદન, સુંદર આલેખન સાથે તૈયાર કરી આપ પુણ્યાત્માઓના કરકમલો સુધી પહોંચતું કરવામાં સહાયક સહુનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. વાચકવર્ગના હૃદયમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્થાન અવિચલ – દૃઢ થાય તેવી ભાવના સહ. લી. શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય ના ટ્રસ્ટીગણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 362