Book Title: Loktantra Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ કાળમાં જરૂર છે ત્યાગની અને જરૂરી છે ત્યાગી. જરૂર છે તપની અને જરૂરી છે તપસ્વી. જરૂર છે અહિંસાની અને જરૂરી છે અહિંસક. જરૂર છે અપરિગ્રહની અને જરૂરી છે અપરિગ્રહી. ધનની લાલસાએ પ્રત્યેક ક્ષેત્રની પવિત્રતાને છિન્નભિન્ન કરી છે. આ છિન્નભિન્નતાએ ત્યાગી, તપસ્વી, અહિંસક, અપરિગ્રહી કહેવડાવતા સાધુસંન્યાસીઓને પણ પોતાની ઝપટમાં લીધા છે. પછી કેવી રીતે આશા રાખીએ કે, વ્યવસાયી, ઉદ્યોગપતિ અને રાજનીતિજ્ઞ (રાજનીતિના સૂત્રધાર) એની ઝપટથી બચી શકે ? એ કેવી રીતે શક્ય છે કે પરિગ્રહની આગ ઉપર મૂકેલું પાણી ગરમ ન થાય ? સમાજ હિંસા અને આતંકથી ઉફૅલિત ન થાય ? ગણાધિપતિ શ્રી તુલસીએ ભારતીય લોકતંત્રના ઉદ્ભવની ક્ષણોમાં અણુવ્રતનું અભિયાન આરંવ્યું હતું. આશય શુદ્ધ હતો, જનતા અને જન-સેવક બંને વ્રતધારી બને, લોકોનું શાસન સાચા અર્થમાં પોતાનો ઉદ્દેશ પૂરો કરે. આશય અવશ્ય પૂરો થાય, જે ધર્મ, રાજનીતિ અને બુદ્ધિજીવી વર્ગ પરસ્પર મળીને વ્યવસ્થા-પરિવર્તન અને દય-પરિવર્તનની ધારાને પ્રવાહિત કરવાનો સંકલ્પ કરે. આ એક ઉપાય છે, જેનો પ્રયોગ કરીને, લોકતંત્રને એની આત્મવેદી પર પ્રતિષ્ઠિત કરી શકાય તેમ છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્ણ શ્રમ કર્યો છે. Hઆચાર્ય મહાપ્રજ્ઞજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 174