Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
View full book text
________________ 364 ભાવલોક સર્ગ - 36 वेदत्रयं च मिथ्यात्वं कषायाणां चतुष्टयं / लेश्याश्च षडसिद्धत्व-मज्ञानासंयमावपि // 227 // अमी औदयिकाः सप्त-दश भव्यव्यपेक्षया / भंगे तृतीये तुर्ये च भंगेऽभव्यव्यपेक्षया / / 228 // सम्यकत्वमौपशमिकं चारित्रमपि ताद्दशं / द्वावौपशमिकावेतौ केवलं सादिसांतकौ / / 229 / / आदि सम्यकत्वलाभे य-च्छ्रेण्यां देदमवाप्यते / चारित्रमप्युपशम-श्रेण्यामेवेदमाप्यते // 230 // तयोश्चावश्यपातेन भंगोऽत्र प्रथमः स्थितः / तदाश्रित्यौपशमिकं शून्या भंगास्त्रयः परे // 231 // चारित्रं क्षायिकमथ दानादिलब्धिपंचकं / आश्रित्य क्षायिको भावो भंगे स्यात्सादिसांतके // 232 // तथोक्तं महाभाष्ये-सम्मत्तचरित्ताई साईसतो य उवसमिओ / दाणाइलद्धिपणगं चरणं पि अ खाइओ भावो / / 232A || ननु चारित्रमस्त्येव सिद्धस्यापीति तत्कथं / तत्साधनंते भंगे स्यादत्राकर्णयतोत्तरं // 233 // આશ્રયીને અનાદિ અનંત જાણવા કષાયાદિ ભાવોની નીચે મુજબ છે. ૨૨પ-૨૨૬. ત્રણ વેદ, મિથ્યાત્વ, 4 કષાય, 6 લેશ્યા, અસિદ્ધત્વ અજ્ઞાન અને અસંયમ રૂપ 17 ઔદયિક ભાવ ભવ્યની અપેક્ષાએ ત્રીજા ભંગમાં અને અભવ્યની અપેક્ષાએ ચોથા ભંગમાં જાણવા. 227-228. ઔપશમિક સભ્યત્ત્વ અને ચારિત્ર એ બન્ને કેવળ સાદિસાંત જ સમજવા. 229. કારણ કે આદિ સમ્યત્વના લાભ વખતે અને ઉપશમ શ્રેણિ માંડતી વખતે ઉપશમ ભાવનું સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અને ચારિત્ર પણ ઉપશમ ભાવનું ઉપશમ શ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે. 230. ' ઉપશમભાવમાંથી જીવનું અવશ્ય પતન થતું હોવાથી તેમાં સાદિ સાંત ભાંગો જ ઘટે છે. બાકીના ત્રણ નહિ. 231. ક્ષાયિક ભાવમાં ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચકને આશ્રયીને ક્ષાયિકભાવ સાદિ સાંત ભાંગે છે. 232. મહાભાષ્યમાં કહ્યું છે કે “ઔપશમિક સમ્યક્ત અને ચારિત્ર અને ક્ષાયિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્ર સાદિ સાંત ભાંગે છે.” 232. A પ્રશ્ન : સિદ્ધને પણ ચારિત્ર હોય છે એમ કહેલ છે, તો ક્ષાયિકભાવનું ચારિત્ર સાદિ અનંત ભાંગે હોવું જોઈએ? 233. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418