Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 409
________________ ૩૭૬ ભાવલોક સર્ગ- ૩૭ श्रियं सत्यप्येवं यदयमभजद् ग्रंथनृपतिः, कृती हेतुस्तत्रोल्लसति सुमनः कोविदकृपा ॥ ७३ ॥ संतः शास्त्रसुधोर्मिधौतरुचयो ये पूर्णचंद्रागजाः । वंद्यास्तेऽद्य मया कवित्वकुमुदोल्लासेऽनवद्योद्यमाः । येऽपि द्वेषसितित्वषोऽतिकठिनास्तान्वस्तुतः संस्तुतान् मन्ये प्रस्तुकाव्यकांचनकषान् सम्यक्परीक्षाक्षमान् ॥ ७४ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वे श्रितः पूर्णतां सप्तत्रिंश उदीतचिद्रविरुचिः सर्गोः निसर्गोज्ज्वलः ।। ७५ ।। ॥ इति श्रीलोकप्रकाशे सप्तत्रिंशत्तमः सर्ग समाप्तः । तत्समाप्तौ च समाप्तोऽयं શ્રીત્તપ્રકાશ | શ્રીરતુ (સારાવર્ણ અને અલંકારવાળો) મૌક્તિક (મુક્તિ) ની શોભાવાળો અને વિબુધજનોએ સ્વીકારેલો જિનરાજના કોશરૂપી આ ગ્રંથ, ભવ્યજનોની સિદ્ધિને માટે હો. ૭૨. આ ગ્રંથમાં સદનુભવવાળો શાસ્ત્ર વિભવ નથી, ઘણે ઠેકાણે અનાભોગ (અલના) થયેલ હશે, તેવા પ્રકારની સામગ્રી નથી, તેમ જ એવી સુંદર વાક્ય રચના પણ નથી; તો પણ આ ગ્રંથરૂપી નૃપતિ જે શોભાને પામે છે તેમાં વિદ્ધજ્જનોની કૃપા જ ઉત્તમ હેતુભૂત છે. ૭૩. શાસ્ત્રરૂપી અમૃતના તરંગોવડે ઉજ્વળ થયેલા અને પૂર્ણચન્દ્રના વડીલબંધુ જેવા, તેમ જ કવિતારૂપી કમળને વિસ્વર કરવામાં નિર્મળ ઉદ્યમવાળા એવા જે સત્પરૂષો છે. તે તો મારે વંદ્ય છે જ, પણ જેઓ દ્વેષરૂપી સૂર્ય જેવા અતિ કઠોર છે તેઓને પણ પ્રસ્તુત કવિતારૂપી સુવર્ણન કરવામાં કસોટી જેવા-સમ્યફ પ્રકારે પરીક્ષા કરવામાં સમર્થ હોવાથી હકીક્તમાં હું સ્તવેલા જ માનું છું. ૭૪. સકલ જગતને આશ્ચર્ય પમાડનારી છે કીતિ જેની એવા કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને માતા રાજશ્રી તથા પિતા તેજપાલના પુત્ર વિનયવિજય ઉપાધ્યાયે આ કાવ્યગ્રંથની રચના કરી છે તે જગતના તત્ત્વને નિશ્ચય કરનારા આ ગ્રંથમાં ઉદય પામેલા જ્ઞાનરૂપી સૂર્યની કાંતિસમાન અને સ્વભાવથી જ ઉજ્વળ એવો આ સાડત્રીસમો સર્ગ પૂર્ણ થયો છે. ૭પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418