Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 519
________________ (૪૪) HIT | [ ૨૦ तत् द्विव्यादिविमानेशः स्यात् देवोऽभिजितादिकः । गृहद्वयाधिपतिः यथा कश्चिन्महर्धिकः ॥ ६२९ ॥ एवं च न काप्युपपत्तिः तारासंख्याप्रयोजनं च ॥ ___वारुण्यां दशमी त्याज्या द्वितीया पौष्णभे तथा । शेषोडुष्वशुभा स्वस्वतारासंख्यासमा तिथिः ॥ ६३०॥ इति तारासंख्या ॥१०॥ गोशीर्षपुद्गलानां या दीर्घा श्रेणिस्तदाकृतिः । गोशीर्षावलिसंस्थानमभिजित् कथितं ततः ॥६३१ । कासाराभं श्रवणभं पक्षिपंजरसंस्थिता । धनिष्टा शततारा च पुष्पोपचारसंस्थिता ॥६३२।। पूर्वोत्तराभद्रपदे अर्धार्धवापिकोपमे । एतदर्धद्वययोगे पूर्णा वाप्याकृतिर्भवेत् ॥ ६३३ ॥ કોઈ મહા સમૃદ્ધ માણસને બે ત્રણ કે વિશેષ ઘર હોય છે તેમ આ અભિજિત આદિક દેવને પણ બે ત્રણ કે વિશેષ વિમાન હોય છે. ૬૨૯. એવી રીતે છે એટલે બેઉને એક ઠરાવવા કઈ રીતે યુકિતમતું નથી. તારાઓની સંખ્યાનું તો અહિં પ્રયોજન જ નથી. શતતારા નક્ષત્રમાં દશમી અશુભ છે, રેવતીમાં દ્વિતીયા અશુભ છે, શેષ નક્ષત્રમાં તેમના તેમના તારાઓની સંખ્યા હોય તે સંખ્યાવાળી તિથિ અશુભ છે. એ અશુભ તિથિઓ વર્યા છે. એ પ્રમાણે “તારાચંખ્યા” નામક દ્વાર વિષે વિવેચન સંપૂર્ણ. હવે નક્ષત્રના આકાર વિષે કહે છે. ( દ્વાર ૧૧ મું ). અભિજિત નક્ષત્ર ગાયના શ્રેણિબંધ મસ્તકે હાય એ આકારે છે એટલે કે એનું ગશીર્ષાવલિ જેવું સંસ્થાન છે. ૬૩૧. શ્રવણનક્ષત્ર તળાવને આકારે છે, ધનિષ્ઠા પક્ષિના—પાંજરાને આકારે છે અને શતતારા પુષ્પમાળાને આકારે છે. ૬૩૨. પૂર્વ ભાદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા બેઉ અરધી અરધી વાવને આકારે છે, અને બેઉનો ભેગો એક આખી વાવ જેવો આકાર છે. ૬૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536