Book Title: Kshetra Samas
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 7
________________ ૬ જ્ઞાનમગ્નનું સુખ અદ્વિતીય છે. NNN એક ભાઈ એક સંત પાસે ગયા. તેની ભક્તિથી ખુશ થયેલા સંતે કહ્યું, ‘તારે કોના જેવું સુખ જોઈએ છે ? તે માંગ.’ ભાઈએ કહ્યું, ‘સૌથી વધુ સુખી કોણ છે ? એની તપાસ કરીને પછી કહું.’ સંતે કહ્યું, ‘ભલે’. ભાઈ ગયા રાજા પાસે. રાજાની સુખસાહ્યબી જોઈ એમણે વિચાર્યું, ‘રાજા સૌથી વધુ સુખી હોવો જોઈએ.' પણ તરત વિચાર આવ્યો કે, ‘રાજાઓ પણ યુદ્ધો કરે છે, રાજાને દુશ્મન રાજાનો ભય હોય છે, માટે રાજા સૌથી વધુ સુખી નથી.’ ભાઈ ગયા પંડિતો પાસે. તેમને વાદ-વિવાદ કરતાં જોઈ તેમણે વિચાર્યું, ‘આ પંડિતો પણ સુખી નથી.' ભાઈ ગયા શેઠ પાસે. તેમણે શેઠને પૂછ્યું, ‘શેઠ ! તમે સુખી છો ?' શેઠે કહ્યું, ‘ના, હું દુઃખી છું. મારા દુઃખોનું તો મોટું લીસ્ટ છે.’ ભાઈએ વિચાર્યું, ‘જેમને હું સુખી માનતો હતો તે બધાય દુ:ખી છે. તો સુખી કોણ છે ?' ભાઈ સુખી માણસની શોધમાં નીકળી પડ્યા. તેમને એક જૈન મહાત્મા મળ્યા. તેમની સૌમ્યમુદ્રા જોઈ તેમને થયું, ‘આ મહાત્મા સુખી છે.’ તેમણે મહાત્માને પૂછ્યું, ‘આ જગતમાં સૌથી વધુ સુખી તમે જ છો ને ?’ મહાત્માએ કહ્યું, ‘સૌથી વધુ સુખી મોક્ષના જીવો છે. અમે તે મોક્ષ પામવા મોક્ષમાર્ગે ચાલી રહ્યા છીએ. અમારી પાસે આંશિક સુખ છે. તે સુખ પદાર્થજન્ય નથી, પણ જ્ઞાનસાગરમાં ડૂબકી મારવારૂપ છે.’ ભાઈએ મહાત્માને જીવન સોંપી દીધું. ચારિત્ર લઈ તેમણે પણ જ્ઞાનના સુખને માણ્યું. -- જ્ઞાન એ જ સુખ છે. અજ્ઞાન એ જ દુઃખ છે. જ્ઞાનના સુખમાં રમણતા ક૨ના૨ને જગતના પદાર્થો ફિક્કા લાગે છે. અનુકૂળતા-પ્રતિકૂળતાની તેને કંઈ અસર થતી નથી. તેનો વૈરાગ્ય ઝળહળતો હોય છે. જ્ઞાનમાં જે મજા છે તે બીજામાં નથી. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 650