Book Title: Kshetra Samas
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ ८ બૃહત્સેત્રસમાસમાં અને લઘુક્ષેત્રસમાસમાં આ અઢી દ્વીપ અને બે સમુદ્રોનું વિસ્તારથી નિરૂપણ કરાયું છે. બૃહત્સેત્રસમાસની રચના શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ કરેલ છે. તેની ઉપર શ્રીમલયગિરિસૂરિ મહારાજે ટીકા રચેલ છે. લઘુક્ષેત્રસમાસની રચના શ્રીરત્નશેખરસૂરિ મહારાજે કરેલ છે. તેની ઉપર તેમણે જ ટીકા રચેલ છે. આ બંને મૂળગ્રંથો અને તેમની ટીકાઓના આધારે પ્રસ્તુત પુસ્તકમાં ક્ષેત્રસમાસના પદાર્થોનું સંકલન કર્યું છે. આ પુસ્તકમાં છ અધિકારો છે. પહેલો જંબુદ્રીપ અધિકાર છે. તેમાં જંબૂદ્વીપના ક્ષેત્રો, પર્વતો, નદીઓ, વનો, ફંડો, દ્વીપો, કૂટો, ચંદ્ર, સૂર્ય, જગતી, ગવાક્ષકટક, રાજધાની, કાળ, યુગલિકો, કલ્પવૃક્ષો વગેરેનું વર્ણન, માપ, સંખ્યા વગેરે બતાવ્યા છે. બીજો લવણસમુદ્ર અધિકાર છે. તેમાં પાતાલકલશ, વેલંધરપર્વતો, શિખા, ગૌતમદ્વીપ, સૂર્યદ્વીપ, ચંદ્રદ્વીપ, ગોતીર્થ, જલવૃદ્ધિ, અંતરદ્વીપ, ચંદ્ર, સૂર્ય વગેરેના વર્ણન, માપ, સંખ્યા વગેરે બતાવ્યા છે. ત્રીજો ધાતકીખંડ અધિકાર છે. તેમાં ક્ષેત્રો, પર્વતો, કુંડો, કમળો, જિણ્વિકાઓ, મેરુ પર્વત, સૂર્ય, ચંદ્ર વગેરેની હકીકત જણાવી છે. ચોથો કાલોદસમુદ્ર અધિકાર છે. તેમાં કાલોદસમુદ્રની પરિધિ, દ્વારોનું અંતર, સૂર્યદ્વીપ, ચંદ્રદ્વીપ, ચંદ્ર, સૂર્ય વગેરેનું વર્ણન છે. પાંચમો પુષ્કરવરાર્ધદ્વીપ અધિકાર છે. તેમાં માનુષોત્તરપર્વત, ઈષુકા૨પર્વત, ક્ષેત્રો, પર્વતો, ચંદ્ર, સૂર્ય વગેરેના માપ વગેરે બતાવ્યા છે. છઠ્ઠો મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર છે. તેમાં નંદીશ્વરદ્વીપકુંડલદ્વીપ – રુચકદ્વીપના ચૈત્યો, ૫૬ દિક્કુમારિકાઓ વગેરેનું વર્ણન છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 650