Book Title: Kshetra Samas Author(s): Hemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 5
________________ પ્રકાશકીય પદાર્થપ્રકાશ ભાગ ૯ને પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં ક્ષેત્રસમાસના એટલે કે બૃહન્નેત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસના પદાર્થસંગ્રહ અને મૂળગાથા – શબ્દાર્થનું સંકલન કરાયું છે. આ સંકલન પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કર્યું છે. આ પૂર્વે પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રંથો અને શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું છે, જે પદાર્થપ્રકાશના ભાગ ૧ થી ૧૬ રૂપે પ્રકાશિત થયા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના અણમોલ પુસ્તકરત્નોને પ્રકશિત કરવાનો લાભ અમને મળ્યો છે એ બદલ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. અમુક કારણોસર આ પુસ્તક છાપવામાં મોડું થયું છે. તેથી આની પછીના ભાગો પહેલાં છપાઈ ગયા છે. આ પદાર્થપ્રકાશ શ્રેણીમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ પદાર્થોને સુંદર, સરળ, સચોટ અન સંક્ષિપ્ત શૈલીમાં રજૂ કર્યા છે. તેથી કઠણ પદાર્થો પણ સહેલાઈથી સમજાઈ શકે છે અને તેમને યાદ રાખી શકાય છે. પદાર્થપ્રકાશશ્રેણીના ભાગોના માધ્યમે આજ સુધી અનેક પુણ્યાત્માઓએ ઓછા સમયમાં પદાર્થોનુંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 650