Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ અપૂર્વકરણ નામકર્મની 37 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 2, તૈજસ-કાર્પણ શરીર, પહેલુ સંઘયણ, સંસ્થાન 6, વર્ણાદિ 4, ખગતિ 2, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, ત્રસ 4, સુભગ, આદેય, યશ. પ્રશ્ન - સાતમા ગુણસ્થાનકે વિવિધ જીવોની અપેક્ષાએ 76 પ્રકૃતિઓનો ઉદય કર્મગ્રન્થમાં કહ્યો છે. તો પછી અહીં 70 પ્રકૃતિઓનો ઉદય કેમ કહ્યો? જવાબ - સાતમા ગુણસ્થાનકે સામાન્યથી વિવિધ જીવોની અપેક્ષાએ 76 પ્રકૃતિઓનો ઉદય હોય છે. પણ અહીં ક્ષપકશ્રેણિને આશ્રયીને ઉદય કહ્યો છે. તેથી સમ્યક્ત મોહનીય અને છેલ્લા પાંચ સંઘયણનો ઉદય નથી હોતો. તેથી 70 પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીં આટલી પ્રકૃતિઓનો વિપાકોદય હોય છે. શેષ સત્તાગત પ્રકૃતિઓનો પ્રદેશોદય હોય છે. ઉદીરણામાં બે વેદનીય અને મનુષ્યાયુષ્ય સિવાયની શેષ ઉદયવતી (વિપાકોદયવાળી) પ્રકૃતિઓની ઉદીરણા હોય છે. (16) સ્થિતિઉદય - ઉદયસમયપ્રાપ્ત સ્થિતિસ્થાનનો (નિષેકનો) ઉદય હોય છે. ઉદીરણા દ્વારા વિપાકોદયવતી પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાંથી દલિકો ઉદયમાં આવે છે. (10) અનુભાગોદય - જે પ્રકૃતિઓ ઉદયમાં છે તેના અજઘન્ય - અનુત્કૃષ્ટ અનુભાગનો ઉદય હોય છે. (18) પ્રદેશોદય - જે પ્રકૃતિઓ ઉદયમાં છે તેના અજઘન્ય-અનુત્કૃષ્ટ પ્રદેશોનો ઉદય હોય છે, જઘન્ય પ્રદેશોદય કે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોતો નથી. યથાપ્રવૃત્તકરણ દ્વારા ચારિત્રમોહનીયની ક્ષપણાનો પ્રારંભ કરતા જીવને ત્યાં કર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ કે ગુણસંક્રમ થતા નથી, પરંતુ તે જીવ પ્રતિસમય અનંતગુણવિશુદ્ધિમાં વધતો જાય છે. અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે નવીન સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ ન્યૂન પ્રમાણ કરતો જાય છે, એટલે કે યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયે જે સ્થિતિબંધ થાય છે તે અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. ત્યારપછી નવો સ્થિતિબંધ શરુ થાય છે. તે પૂર્વના સ્થિતિબંધ કરતા પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો ન્યૂન હોય છે. વળી આ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. ત્યારપછી વળી પાછો પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન પ્રમાણવાળો નવો સ્થિતિબંધ શરુ થાય છે. આમ યથાપ્રવૃત્તકરણમાં હજારો વાર સ્થિતિબંધનું હૃસ્વીકરણ થાય છે. (2) અપૂર્વકરણ અપૂર્વકરણમાં પાંચ અપૂર્વ વસ્તુઓ થાય છે - (1) સ્થિતિઘાત, (2) રસઘાત, (3) અપૂર્વસ્થિતિબંધ, (4) ગુણશ્રેણિ, (5) ગુણસંક્રમ. 1. ક્ષપણાસાર ગ્રન્થમાં “આ પ્રમાણે હજારો સ્થિતિબંધ હૃસ્વીકરણ દ્વારા યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયના સ્થિતિબંધ કરતા ચરમસમયે સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે એમ કહ્યું છે - “મમિક્ષરદ્ધા, પઢમિિરવંથલો ટુ चरिमम्हि / संखेज्जगुणविहीणो ठिदिबंधो होदि णियमेण // 396 // '