Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 7
________________ આને ટાઇપ કરાવી તેની પ્રતિઓ આપી, આવશ્યક સૂચન આપવાની વિનંતી કરવામાં આવી. બાલબ્રહ્મચારી સુમતપ્રકાશજી, પંડિત રતનચંદજી ભારિલ્લ જયપુર, પંડિત દિનેશભાઇ શહા મુંબઇ, ડૉ. ઉજજવલા શહા મુંબઇ, પં. મન્નુલાલજી સાગર, પંડિત રાકેશકુમારજી શાસ્ત્રી નાગપુર, શ્રીમાન પવનજી અલીગઢ તેમજ શ્રીમતી રાજકુમારી જૈન જયપુર એ પોતાના બહુમૂલ્ય સૂચનોથી અનુગ્રહીત કર્યા. સર્વાધિક મહત્વપૂર્ણ સૂચન શ્રી રજનીભાઇ ગોસલિયા વૉશિંગ્ટન પાસેથી મળ્યું. આ બધા મહાનુભાવોના સૂચનો પર વિચાર કરી બધાને આત્મસાત કરી પુસ્તકને અંતિમરૂપ આપવામાં આવ્યું અને ફરીથી ટાઇપ કરવામાં આવ્યું. આ બધા વિદ્વાનોનો નો હું હાર્દિક આભારી છું. જૈન અધ્યાત્મ એકેંડમી ઑફ નોર્થ અમેરિકા (JANA)ના સંયોજક શ્રી અતુલભાઇ ખારાએ આ પુસ્તક અમેરિકાના સાધર્મી ભાઇઓમાં વિતરણ કરવાની ભાવના વ્યકત કરતા અમને ડિસેમ્બર ૨૦૦૩ સુધી ગુજરાતી અને હિન્દીમાં પ્રકાશિત કરવાની પ્રેરણા આપી, જેના ફળ સ્વરૂપ અન્ય બધા કાર્યોને ગૌણ કરી આ જ કાર્યને સંપન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેથી આ પુસ્તક આપના કર કમળોમાં પ્રસ્તુત છે. વાસ્તવમાં આમાં (પુસ્તકમાં) જે કાંઇ પણ છે તે | પરમપૂજય પંડિતપ્રવર આચાર્યકલ્પ ટોડરમલજી તેમજ પરમ પૂજય ગુરુદેવશ્રી નું છે. મારૂં કાંઇ જ નથી. માટે તે બન્ને મહાપુરૂષોના ચરણોમાં વિનમ્ર પ્રણામ સમર્પિત કરી તેમનો ઉપકાર સ્મરણ કરૂં છું. આ પ્રકારનો આ મારો પ્રથમ પ્રયાસ છે. માટે આમાં ઘણી ખામીઓ હોવી સ્વાભાવિક છે. વિદ્વાનો તેમજ સૂજ્ઞ પાઠકોને વિનમ્ર અનુરોધ છે કે તેઓ તેની તરફ ધ્યાનાકર્ષિત કરવાની અવશ્ય કૃપા કરે જેથી તેમને (ખામીઓને) દૂર કરવાનો પ્રયત્ન કરી શકું. આ કૃતિના માધ્યમથી જો આપણે બધા અભિપ્રાયને તળિયે છુપાયેલી ભૂલોને ઓળખી તેમને ધરમૂળથી નષ્ટ કરી મોક્ષમહલની પહેલી સીડી પર પગલું માંડવાનો પુરૂષાર્થ પ્રગટ કરીએ...એજ હાર્દિક કામના છે. - અભયકુમાર જૈન ૨૩ જાન્યુઆરી ૨૦૦૪ શ્રી નેમિનાથ દિગમ્બર જિનબિમ્બ પંચકલ્યાણક પ્રતિષ્ઠા દિવસ, છિંદવાડા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 116