Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 5
________________ અહોભાગ્ય મેં જ્ઞાયક હૂ- યહ અનુભૂતિ શી જિનકા નિર્મલ અભિપ્રાય | શિવપુર પથ કે પથિક મુનીશ્વર ભિન્ન જાનતે મન-વચ-કાય | તીન કષાય ચોકડી વિરહિત આનંદ જિનકા સંવેદન | નિગ્રન્થોં કે ચરણ-કમલ મેં કરતા હૂં શત-શત વંદન | કઈ વિચાર્યું પણ ન હતું કે જિનાગમનો કોઈ અંશ આટલો ગમી જશે. અને તેના ઉપર આટલું વિસ્તૃત ચિંતન થઇ જશે કે તે સ્વતંત્ર પુસ્તકરૂપે આપના કર કમલોમાં વિદ્યમાન થશે. જો કોઇ પૂછે કે આ પુસ્તકમાં નવું શું છે? તો ચોક્કસપણે મારી પાસે તેનો જવાબ નથી. તો પછી આ પુસ્તક લખવાની શી જરૂર પડી ? આ પ્રશ્નનો પણ સંતોષકારક જવાબ કદાચ હું ન આપી શકું. વાસ્તવમાં આધ્યાત્મિક સંપુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની અમૃતવાણીના માધ્યમથી આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી વિરચિત અમરકૃતિ મોક્ષમાર્ગ પ્રકાશકનો પરિચય મારા જીવનની અપૂર્વ નિધિ છે. ડૉ. હુકમચંદજી ભારિલ્લના શ્રીમુખેથી એનું ગહન વિવેચન સાંભળી એનો અપૂર્વ મહિમા એથી પણ વધારે ઊંડાણથી ભાસવા લાગ્યો. શ્રી ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંતા મહાવિદ્યાલય જયપુરમાં ઘણાં વર્ષો સુધી તેનું અધ્યાપન કરતા-કરતા તેની રગ રગ થી પરિચિત થઇ મારૂં જીવન સાર્થક અને સફળ બની ગયું. તેનો સાતમો અધિકાર તો માનો કે જિનાગમનું પ્રવેશદ્વાર છે. પૂજય ગુરુદેવશ્રી પણ મુકત કંઠે એના મહિમાના વખાણ કરતા હતા. તેમની ઉપસ્થિતિમાં સોનગઢમાં આયોજિત મોટે ભાગે પ્રત્યેક શિબિરમાં તેને ઉત્તમ વર્ગમાં શીખવવામાં આવતું હતું, જે તેના મહત્વનું પ્રબળ પ્રમાણ છે. એવો કોઇ સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષ નહી હોય જેણે એનો સ્વાધ્યાય ન કર્યો હોય. જો કે તેને વર્તમાન આધ્યાત્મિક ક્રાંતિનો મૂળ આધાર કહેવામાં આવે તો અતિશયોકિત નહીં હોય. વર્તમાન આધ્યાત્મિક ક્રાંતિની આ અપૂર્વ લહેરે મને પણ પોતાનામાં ડુબાડી લીધો. કોઈ મહાપુણ્યોદયથી બાહ્ય સંયોગ પણ એવા મળ્યા કે જિનાગમનું પઠન-પાઠન, અધ્યયન-અધ્યાપન જ મારી જીવન ચર્યા બની ગઇ. શ્રી કુન્દ કુન્દ કહાન દિગંબર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 116