Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય બાહ્ય ક્રિયા અને શુભાશુભ પરિણામોંના તળીયે વહેવાવાળી અભિપ્રાયની ધારાનું રહસ્યોદ્ઘાટન કરવાવાળી પ્રસ્તુત પુસ્તકનું હિન્દીમાં ત્થા ગુજરાતીમાં પ્રકાશન કરતાં અમો અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. આ પુસ્તકના લેખક પંડિત અભયકુમારજી શાસ્ત્રી કે જેમને ૧૬ વર્ષની ઉંમરથી પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનું તથા ૧૮ વર્ષની ઉંમરથી ડૉ. હુકમચંદજી ભારિલ્લ, જયપુરનું સાન્નિધ્ય પ્રાપ્ત છે. તથા તેમણે આ પહેલાં પૂજય ગુરુદેવશ્રીના ગુજરાતી પ્રવચનોનો હિન્દી અનુવાદ, અનેક ભક્તિ ગીતોની રચના તથા આત્માનુશાસન, લઘુતત્ત્વસ્ફોટ, નિયમસાર કલશ, ક્રમબદ્ધપર્યાય: નિર્દેશિકા તથા સમવસરણ સ્તુતિનો પદ્યાનુવાદ કર્યો છે. પરંતુ કોઇ વિષય પર સ્વતંત્ર પુસ્તક લખવાનો તેમનો આ પ્રથમ પ્રયાસ છે. જેમાં તેમણે પોતાના ૩૨ વર્ષોનું અધ્યયન-અધ્યાપનથી પ્રાપ્ત ચિંતન અને લેખન પ્રતિભાનો ઉપયોગ કર્યો છે. આ પુસ્તકની વિષય-વસ્તુનો આધાર મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથનો સાતમો અધિકાર હોવા છતાં પણ તેમના મૌલિક ચિંતનની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. આ વર્ષે દસલક્ષણ પર્વ મુંબઇ(દાદર) પ્રવાસના અવસર પર શ્રી કુંદકુંદ કહાન દિગંબર જૈન તત્ત્વ પ્રચાર સમિતિના અનુરોધ પર ઉપસ્થિત સાધર્મીસમાજ દ્વારા આ પુસ્તકને હિન્દી તથા ગુજરાતીમાં પ્રકાશિત કરીને જન-જન સુધી પહોંચાડવાની ભાવનાથી એક લાખ રૂપિયાથી પણ વધારે રકમનો સહયોગ આપ્યો છે. જેની વિગત પાછળ આપવામાં આવી છે. અમે તે બધાજ દાતાઓના હાર્દિક આભારી છીએ. આ પુસ્તક હિન્દી પુસ્તકની સાથે સાથે છપાય તેને ખ્યાલમાં રાખીને તેનો ઝડપથી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી દિપકભાઇ એમ. જૈનના આભારી છીએ. શ્રી ઉલ્લાસભાઇ ઝોબાલીયાએ પ્રૂફ રીડિંગની સાથે તેને ઓછા સમયમાં પ્રકાશન કરવામાં સહાય કરી છે તેમનો આભાર માનીએ છીએ. લેજર ટાઇપ સેટિંગ કરનાર શ્રી રાજેન્દ્ર ગાંધી તથા પ્રકાશન વ્યવસ્થાની જવાબદારી નિભાવવા બદલ શ્રી અખિલ બંસલ પણ ધન્યવાદને પાત્ર છે. અમને આશા છે કે આ પુસ્તક વાંચકો માટે અભિપ્રાયની ભૂલ સમજીને તેમાં છુપાએલા ગદ્દાર મિથ્યાત્વને સમૂળ નષ્ટ કરવામાં ઉપયોગી સિદ્ધ થશે. - બ્ર. યશપાલ જૈન પ્રકાશન મંત્રી,પંક્તિ ટોરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર-302015

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 116