Book Title: Klesh Vina nu Jivan Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 3
________________ વ્યવહાર અને ધર્મ શીખવાડ્યો જગતને ! ચોપડી એક વ્યવહારિક જ્ઞાનની બનાવો. તે લોકોનો વ્યવહાર સુધરે તો ય બહુ થઈ ગયું. અને મારાં શબ્દો છે તે એનું મન ફરી જશે. શબ્દો મારાં ને મારાં રાખજો. શબ્દો મહીં ફેરફાર ના કરશો. વચનબળવાળા શબ્દો છે, માલિકી વગરનાં શબ્દો છે. પણ એને ગોઠવી, ગોઠવણી કરવાની તમારે. ત્રિમંત્ર મારું આ જે વ્યવહારિક જ્ઞાન છે ને, તે તો ઓલ ઓવર વર્લ્ડમાં દરેકને કામ લાગે. આખી મનુષ્યજાતિને કામ લાગે ! અમારો વ્યવહાર બહુ ઊંચો હતો. એ વ્યવહાર શીખવાડું છું ને ધર્મે ય શીખવાડું છું. સ્થૂળવાળાને શૂળ, સૂક્ષ્મવાળાને સૂક્ષ્મ પણ દરેકને કામ લાગે. માટે એવું કંઈક કરો કે લોકોને હેલ્પફુલ થાય. મેં બહુ પુસ્તકો વાંચ્યા, આ લોકોને મદદ થાય એવા. પણ કશું ભલીવાર હતો નહિ. થોડું ઘણું હેલ્પ થાય. | બાકી જીવન સુધારે એવા હોય જ નહિ ! કારણ કે એ તો મનનો, ડોક્ટર ઓફ માઈન્ડ હોય તો જ થાય !તે આઈ એમ ધી કુલ ડોક્ટર ઓફ માઈન્ડ ! - દાદાશ્રીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 76