Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ મહામહીમ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. © ગુરુગુણ અમૃત અંજલિ @ જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ.ની સમકક્ષ બેંકીંગની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ આવેલ હતા. જેઓ ભરયુવાન વયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ પ.પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં જીવનભર રહ્યા. તેઓની તનતોડ સેવા કરી. અને તેઓના પરમકૃપાપાત્ર’ બન્યા હતા. જેઓ વર્ધમાન તપની ૧૦ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ' બન્યા હતા. જેઓ ન્યાય દર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાય વિશારદ' બન્યા હતા. જેઓ ન્યાય-વ્યાકરણ-કર્મગ્રંથો-યોગગ્રંથો-આગમગ્રંથો-સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી મહાવિદ્વાન' બન્યા હતા. જેઓ ષડ્રદર્શનના સાંગોપાંગ ખેડાણથી ‘તર્કસમ્રાટ' બન્યા હતા. જેઓ ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ' બન્યા. જેઓ વિદ્વાન, સંયમી, આચાર, સંપન્ન એવા ૨૫૦ જેવા શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજય પ્રેમસૂરિ સમુદાયના “મહાન ગચ્છાધિપતિ' બન્યા હતા. જેઓ બેજોડ વિદ્વાન હોવાની સાથે પરમગીતાર્થ હતા. જેઓ અનેક અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, છ'રી પાલિત સંઘો, ઉપધાનો, દીક્ષાઓ, ઉજમણાઓ વગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ “શાસન પ્રભાવક બન્યા હતા. જેઓ શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્યનિતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને “લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ પૂ. પ્રેમસૂરિ મ.ના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી “યુવા શિબિરના આધા પ્રણેતા’ હતા. જેઓ પરમાત્માના પરમ ભક્ત હતા. જેઓ “કટ્ટર આચાર સંપન્ન' હતા. જેઓ નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. દદદદદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 312