Book Title: Karunras Kadambakam Author(s): Kasturvijay Gani Publisher: Jivanbhai Chotalal Sanghvi View full book textPage 9
________________ આમુખ * * : સંગ્રાહક–પાય ખડના સંગ્રાહક અને સંપાદક ઉપાધ્યાય શ્રીકસ્તરવિજયગણિ છે. તેઓ સુપ્રસિદ્ધ: જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિના શિષ્યરત્ન" શ્રીવિજયવિજ્ઞાનસૂરિના શિષ્ય થાય છે. તેમને પાઈયને અભ્યાસ પ્રશંસનીય છે. વિશેષમાં તેઓ સંસ્કૃતના પણ પ્રકૃષ્ટ વિદ્વાન છે. સંસ્કૃત ખંડના સંગ્રાહક મુનિ શ્રી શુભંકરવિજય છે. તેઓ આ કરવિજયજીના પ્રશિષ્ય થાય છે. ઉદ્દેશ–ભારતીય સંસ્કૃતિના શ્રમણ-સંસ્કૃતિ અને બ્રાહ્મણસંસ્કૃતિ એમ બે સ્થૂલ મૈં પડાય છે. તેમાં શ્રમણ સંસ્કૃતિને જન્મ આપવામાં, એને પિધવામાં અને એને વિકાસ સાધવામાં જૈન મહર્ષિઓએ પાયસંસ્કૃત વગેરે ભાષામાં અનેક ગ્રંથો રચી પિતાનો વિશિષ્ટ ફાળો આપે છે. તેમ છતાં કેટલા કે પ્રખ્યાત અને સંસ્કૃત એ કળાની વિવિધતા અને વિશાળતાથી અને પરિચિત જોવાય છે તો તેમનું આ તરફ લક્ષ્ય ખેંચાય તે માટે વાનગી રૂપે આ કરુણરસષક સંગ્રહ ઉપસ્થિત કરાય છે. - કરુણતાનાં કારણો–એ વાત તો સુવિદિત છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દુઃખ છે. મનુષ્યને દેહ છે એટલે એને શારીરિક અને માનસિક દુઃખ હોવાનો પૂરેપૂરો સંભવ છે. અમુક મહર્ષિએને બાદ કરતાં આ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત દુનિયામાં રહેલા દરેક માણસને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ સાલે છે. પોતાનાં સગાંવહાલાં કે ઓળખીતાં પાળખીતાં પૈકી કોઈને વિરહ કે દેહોત્સર્ગ કે તેમને આવી પડેલું સંકટ અથવા તો પિતાનું અધઃપતન જીવનને કરૂણ બનાવે છે. એવી રીતે ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુની સંગતિ પણ કરુણતા ઉપસ્થિત કરે છે. આ પ્રમાણેનાં કરુણતાનાં ઉત્પન્ન કરનારાં વિવિધ કારણે અને ખાસ કરીને ઈષ્ટ જનતાને કે વસ્તુને સ્થાયી કે અસ્થાયી વિયોગ કવિઓને વિલાપાત્મક કૃતિઓ રચવા પ્રેરે છે. આવી ૧ આને માટે જુઓ “નિમિત્તસૂઈ” (૨. ૧૪-૧૫). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 326