Book Title: Karunras Kadambakam Author(s): Kasturvijay Gani Publisher: Jivanbhai Chotalal Sanghvi View full book textPage 8
________________ આમુખ કરણરસકદંબક નામને આગ્રંથ કેઇ એક જ કર્તાની સ્વતંત્ર કે અખંડ રચના નથી. એ તે વિવિધ જૈન કર્તાઓના ગ્રંથમાંથી ઉધરાયેલી અને મુખ્યતયા કરુણ રસને પોષતી નાની મોટી ૧૨૯ કૃતિઓના સંગ્રહરૂપ છે. આ કૃતિઓ પૈકી ૧૮૫ કૃતિઓ પાઈયે (સં. પ્રાકૃત) ભાષામાં અને ૪૪ કૃતિઓ સંસ્કૃત ભાષામાં છે. આ પ્રત્યેક ભાષાની કૃતિઓ માટે એકેક પૃથક્ ખંડ રખાલે છે. એ બંને ખંડને અનુક્રમે “પાર વંsો ” અને “સંસ્કૃત વર્ણ: શ” એવાં નામ અપાયાં છે. આગળ ઉપર આ પદ્ધતિએ બીજી પાઈય અને સંસ્કૃત કૃતિઓ સંગ્રહવાની પ્રસ્તુત ગ્રંથના સંગ્રહકારની ઈચ્છા હેવાથી તેમણે આ એક અંક આપ્યો છે. પાઈય ખંડમાં જે ૮૫ કૃતિઓ છે તે પૈકી ૧, ૩,૧૨,૧૩, ૧૫-૨૦,૨૮, ૩૦, ૩૩, ૩૬ અને ૪૧ ગદ્યમાં છે, અને ૪–૧૧, ૨૧-૨૫, ૩૪, ૩૫, ૩૭–૪૦, ૪૨, ૪૩, ૪૫, ૪૭, ૪૮, ૫૦–૭૭ અને ૭૯-૮૫ પદ્યમાં છે, અને બાકીની ઓછેવત્તે અંશે ગદ્ય અને પદ્ધ બંનેમાં છે. આ કૃતિઓ એક રીતે વિચારતાં લગભગ ઈ. સ. પૂ. ૫૫૦ થી ઈ. સ. ૧૨૭૦ ના ગાળામાં રચાયેલી છે. સંસ્કૃત ખંડની ૪૪ કૃતિઓમાંથી ૮, ૧૦ અને ૪૩ મી બાદ કરતાં બાકીની પદ્યમાં છે. આઠમીને લગભગ અડધે ભાગ ગદ્યમાં છે, દશમીને મે ભાગ ગદ્યમાં છે, અને ૪૩મી નો મેટો ભાગ પદ્યમાં છે. જૈન પરંપરા પ્રમાણે આ સંક્ત કૃતિઓ લગભગ ઈ. સ. ૪૨૦ થી ઈ. સ. ૧૬૪ના ગાળામાં રચાયેલી ગણું શકાય. આ બંને ભાષામાં રચાયેલી કૃતિઓની વિશેષ વિગતોમાં અહીં ન ઉતરતાં આ ખડાના સંગ્રાહકે વિષે હું બે બોલ કહીશ. ૧ આ ૮૫ કૃતિઓમાંની ૨૯ મી કૃતિમાં અવતરણ રૂપે એક સંસ્કૃત પદ્ય છે. એ સિવાયના તમામ ભાગ પાઇયમાં છે. ૨ આ માટે જુઓ ૫. ૧૨-૨૪ અને સંસ્કૃત ખંડ પરિચય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 326