________________
.. આમુખ
. (૩૫) આ કૃતિવિષયની દષ્ટિએ ત્રીજી સાથે મળતી આવે છે.
. (૩૬), (૪૧) નંદિવર્ધન એ શ્રી મહાવીર સ્વામીના મોટા ભાઈ થાય છે.. માતાપિતાના સ્વર્ગવાસ થયા બાદ શ્રી મહાવીર
સ્વામી દીક્ષા લેવા માટે નંદિવર્ધનની અનુજ્ઞા માગે છે. તે પ્રિસંગે નદિવર્ધન વગેરે શોકાતુર બને છે. ૪૧ મી કૃતિમાં પણ આ વિષય દષ્ટિગોચર થાય છે.
(૩૭) વૈશ્યાયનપુત્ર એક વેળા વેસ્યાને ત્યાં જાય છે. તે વેળા દૈવવશાત ભ્રષ્ટ બનેલી એની માતા એ જે વેશ્યાના ઘરમાં હોય છે. તે એને પિતાના પુત્ર તરીકે ઓળખે છે અને વિલાપ 'કરે છે.
(૩૮) શ્રી મહાવીર સ્વામી એક વેળા અભિગ્રહ ધારણ કરે છે. તે સમયે એમને લગભગ છ મહિના સુધી યોગ્ય આહાર મળતો 'નથી, જોકે તેઓ ભિક્ષા માટે તે સદા સંચરે છે. એમને ભિક્ષા ગ્રહણ કર્યા વિના પાછા ફરતાં જોઈને લેંકે ખંદ કરે છે.
(૩૯) રાજકુમારી ચંદના એક વેળા રાજ્યસમૃદ્ધિથી ભ્રષ્ટ બની ધનાવહ શેઠને ત્યાં રહી હતી. તેવામાં એ શેઠની સ્ત્રી મૂલા એને એક સ્થળે બેડી પહેરાવી પૂરે છે. શેઠને એ સ્થળની જાણ થતાં શેઠ એને બહાર કાઢે છે અને અડદના બાકલા ખાવા આપે છે. એ પ્રસંગે ચંદના પિતાની દુર્દશાને અંગે વિલાપ કરે છે.
(૪૦) મરણ થતાં પોતે નરકે જશે એ વાત શ્રેણિક રાજ શ્રી મહાવીર સ્વામી પાસેથી સાંભળી શકાતુર થાય છે.
(૪૨) ઉપર્યુકત ચંદનાની માતા રાણી ધારિણું પિતાને શીલન ઉચ્છેદ થવાનો પ્રસંગ જોઈ વિહવલ બને છે અને ચિંતામાં ને ચિંતામાં મરણને શરણ થાય છે.
(૪૩) શક ઈન્ડે એક વેળા શ્રી મહાવીર સ્વામીની દેવસભામાં પ્રશંસા કરી. તે ત્યાં હાજર રહેલા સંગમ દેવે સાંભળી. તેને એ
અતિશયોક્તિ ભરી લાગતાં તેણે શ્રી મહાવીર સ્વામીને છ મહિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com