________________
ઉજ્જવલ બનાવ્યો.” પ્રભાત થતા રાજા, યુવરાજ, નગરશેઠ ત્રણેય રાજસભામાં એકત્રિત થયા બધાએ પોતાના સ્વપ્નાની વાત કરી સ્વપ્નાઓના ફલનો નિર્ણય તો કરી શક્યા નહીં પરંતુ એટલો અવશ્ય નિર્ણય થયો કે નિશ્ચિત આજે શ્રેયાંસ કુમારને મહાનલાભ થશે.
શ્રેયાંસકુમાર પુનઃ પોતાના મહેલમાં આવ્યા મધ્યાહન સમયે પ્રભુ હસ્તિનાપુર નગરમાં ભિક્ષાર્થેનીકળ્યા છે
“ “સ્વામિન... કંઈ લેતા નથી કંઈ બોલતા નથી પ્રભુ” આ ઉત્તમ આમ્ર ફળો સ્વીકારો ! પ્રભો ! આ રત્નના અંલકારો ધારણ કરો ! સ્વામિન્ ! આ ઉત્તમઅશ્વયુક્ત રથમાં આપબિરાજો !
પ્રભુ આગળ છે.. લોકો પાછળ – પાછળ જઈ રહ્યા છે. આ કોલાહલ શ્રેયાંસકુમારના કાનમાં પડે છે તુરંત જ પરમાત્માને નિહાળતા જ મહેલમાંથી બહાર નીકળી અતિ આનંદિત થઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી નમસ્કાર કરી એકીટસે પરમાત્મા સામે નિહાળ્યા કરે છે. | “આવો વેશ પૂર્વે મેં જોયો છે ઉહાપોહ થતા જ શ્રેયાંસકુમારને જાતિઃ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું જાતિઃસ્મરણ જ્ઞાનથી નિર્દોષભિક્ષાની વિધિના જ્ઞાત શ્રેયાંસકુમારપ્રભુને ભિક્ષા માટે નિર્દોષ દ્રવ્યની ઈચ્છા કરે છે ત્યાં જ કોઈ રાજપુરુષે ઈશુરસથી સંપૂર્ણ ભરેલા સુવર્ણના ઘડાઓ શ્રેયાંસકુમારને ભેટ ધર્યા..! શ્રેયાંસકુમારે તુરંત જ પ્રભુને વિનંતી કરી.. | “ભગવન્! આ કલ્પનીય ઈક્ષરસ ગ્રહણ કરો...! પ્રભુએ હસ્તરૂપી પાત્ર તેની આગળ પ્રસાર્યું. શ્રેયાંસકુમાર હર્ષભર્યા રોમાંચિત હૃદયે ઈક્ષરસના ઘડાઓ ભગવાનના હસ્તરૂપી પાત્રમાં વહોરાવે છે ! પ્રભુનું પ્રથમપારણું શ્રેયાંસકુમારે ઈશુરસથી કરાવ્યું.
Jain Education International
For Private &
P
al Use Only
www.jainelibrary.org