________________
રાજન્ ! હમણાંતો ચાતુર્માસચાલે છે વર્ષાકાળમાંગૃહસ્થોનું ઉત્તમમંગલકાર્ય લગ્ન થઈ શકે જ નહીં... ચાતુર્માસ બાદ જ શુભ દિવસ આવશે. કૃષ્ણ વાસુદેવ તુરંત જ ક્રોષ્ટકી જયોતિષિને કહે છે.
અરે ભાઈ! નેમિકુમાર અતિ આગ્રહથી પાણિગ્રહણ માટે સંમત થયા છે હવે વિલંબ કરીશું તો એમનું માનસપરિવર્તનથઈ જશે માટે “શુભસ્યશીધ્રમ” એ ન્યાયે તાત્કાલિક નો જ કોઈ શુભ દિવસ જણાવો અંતે શ્રાવણ સુદ છઠ્ઠ નો દિવસ નિર્ણિત કર્યો દ્વારિકા અને મથુરા બંને નગરીમાં ઘરના દરવાજે/દરવાજેતોરણ બંધાયા. બંને નગરો મહોત્સવમાં મહાલવાલાગ્યા.
નેમિકુમારની વિશાળ જાન દ્વારિકા નગરીથી નીકળી દશ દશાર્દો, કૃષ્ણ વાસુદેવ, બલભદ્ર આદિ હજારો રાજપુરુષો નગરજનો સાથે ધવલમંગળ ગીતોના ગાન સાથે જાન ઉગ્રસેન રાજાના મહેલતરફ આવી.
રાજકુમારી રાજિમતિ પણ પોતાના સ્વામિનાથને નિહાળવા આતુર હતી, સખીઓની સાથે રહેલી રાજિમતી અપલક નયન-નેમિકુમારનેનિહાળ્યા જ કરે છે. બંને સખીઓ રાજિમતીની હાંસી કરે છે. પણ રાજિમતી તો પોતાના સ્વામિનાથના ધ્યાનમાં ભાન જ ભૂલી ગઈ છે તે જ સમયે રાજિમતીનું જમણું નેત્ર ફરકવા લાગ્યું ! કંઈક અમંગળથશે એવી આશંકાએરાજિમતીવિહવળબની ગઈ!
આ તરફ નેમિકુમારની જાન આગળ વધી રહી છે ! પશુઓનો આર્તનાદ નેમિકુમારના કાનમાં પહોંચ્યો ! સારથિને પૂછતા-પ્રાણીઓને બચાવવાનેમિકુમારે રથને પાછોવાળવાનો આદેશ આપ્યો!
Jain Education International
For Private & G
use Only
www.jainelibrary.org