Book Title: Karma Hare Bhavjal Tare
Author(s): Harshshilvijay
Publisher: Aatmashreya Prakashan

View full book text
Previous | Next

Page 249
________________ દેવોએ તે જ સ્થાને સમવસરણની રચના કરી...! પ્રભુની પ્રથમદેશના આ ભરતક્ષેત્રનાદુર્ભાગ્યે નિષ્ફળ ગઈ ! કોઈ આત્મા સર્વવિરતિના પરિણામવાળો થયો નહીં! બીજા જ દિવસે વૈશાખ સુદ અગિયારસનાપ્રભુ પાવાપુરી પધાર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. પ્રભુની સાથે વાદ કરવા આવેલા મહાવિદ્વાન પંડિત ઈંદ્રભૂતિ ગૌતમઆદિ અગિયાર બ્રાહ્મણો પ્રતિબોધ પામ્યા. સર્વવિરતિ સ્વીકારી... પ્રભુના શાસનની સ્થાપના થઈ. ઈંદ્રભૂતિ આદિ અગિયાર ગણધરોની સ્થાપના ચંદનબાળા આદિ સાધ્વી ગણની સ્થાપના થઈ અનેક આત્માઓએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો ! શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને ૪૨ વર્ષની ઉંમરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારબાદ ૩૦ વર્ષ સુધી અનેક ગામ-નગરોમાં વિચરી અનેક ભવ્ય આત્માઓ ઉપરઅગણિત ઉપકારપ્રભુએ કર્યો ! અપાપાપુરીથી પ્રભુ બ્રાહ્મણકુંડ પધાર્યા ત્યાં પૂર્વના માતા-પિતા દેવાનંદા અને ઋષભદત્તને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. તેઓનું આત્મશ્રેયકર્યું...! ત્યાંથી સ્વામિ ક્ષત્રિયકુંડનગર પધાર્યા ! પ્રભુની પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિએ પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરી જમાલિએ ૫૦૦ રાજકુમારો અને પ્રિયદર્શનાએ ૧૦૦૦રાજકન્યાઓની સાથે સંયમઅંગીકારકર્યું. જમાલિ મુનિ અગિયારે અંગના પાઠી બન્યા. હજાર મુનિઓને પ્રતિદિન વાચના આપતા હતા. જમાલિ મુનિ પોતાના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે જમાલિમુનિનેપિત્તજવ૨ઉત્પન્ન થયોછે સાધુઓને સંથારો પાથરવાનું કહ્યું . વેદના સહન નહીં થવાથી તેમનો રોષ વધી ગયો સંથારો પથરાતો જોઈ સાધુઓએ તેમને કહ્યું સંથારો તૈયાર છે ત્યાં જમાલિનું મિથ્યાત્વ ઉદયમાં આવ્યું. Jain Education International For Pri s onal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284