Book Title: Karma Hare Bhavjal Tare
Author(s): Harshshilvijay
Publisher: Aatmashreya Prakashan
View full book text
________________
મેઘમાળીઆનિહાળી આશ્ચર્યપામીગયો! ધરણેન્દ્રદેવે તુરંતજ તેનેઉપાલંભ
આપ્યો.
“દુષ્ટ ! તેં સ્વામિની કદર્થના ભવોભવ કરી છે તેનાથી તેં જ નરકના કેવા ભયંકરદુઃખો સહન કર્યા તું યાદ તો કર ! તું ગમે તેટલું પાણી વરસાવીશસ્વામિ કંઈ ડૂબવાના નથી પણ તું જ ભવરૂપીસાયરમાં ડૂબી જઈશ...!
અંતે મેઘમાળીને જ્ઞાન લાધ્યું. પ્રભુની ક્ષમા માંગી સ્વસ્થાને ગયો ! ધરણેન્દ્ર પ્રભુની ભક્તિ કરી સ્વસ્થાને ગયો ! મરણાંત ઉપસર્ગ કરનાર મેઘમાળીતો અનહદ ભક્તિ ક૨ના૨ ધરણેન્દ્ર ! બંનેની ઉપર પાર્શ્વપ્રભુની સમાન દૃષ્ટિ છે! નથી તેમને ધરણેન્દ્ર ઉ૫૨ રાગ કે નથી મેઘમાળી પ્રત્યે દ્વેષ ! માટે જ કહ્યું છે ને “કમઠે ધરણેન્દ્ર ચ.... સ્વોચિતંકર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્યમનોઃવૃત્તિ”
છદ્મસ્થપણામાં ચોર્યાસી દિવસ વિચરી પ્રભુ પુનઃ વારાણસી નગરીના આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ઘાતકી વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા ચૈત્ર વદ (ફાગણ વદ) ચોથના દિવસે અઠ્ઠમતપના તપસ્વી પ્રભુને વિશાખા નક્ષત્રમાં કેવળજ્ઞાનઉત્પન્નથયું.
દેવોએ સમવસરણની રચના કરી સત્યાવીસ ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષ નીચે રત્નજડિત સિંહાસન ઉપર પ્રભુએ ધર્મદેશનાનો પ્રારંભકર્યો પંદર કર્માદાનવિષયક પ્રભુની ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ - દેશવિરતિધર્મ સ્વીકાર્યો આર્યદત્તઆદિ દસ ગણધરોનીસ્થાપના થઈ.
અશ્વસેન રાજા વામાદેવી માતા, પ્રભાવતી રાણી આદિએ પણ દીક્ષા અંગીકાર
કરી.
Jain Education International
૨૧૩
For Private Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/622179ae7a03b0b7051ab8376d4ca092f3ac487036b6f2502809823b626929a8.jpg)
Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284