________________
ઋષભદેવ પ્રભુના નિર્વાણ પછી મરિચિ મુનિથી જીવનમાં એક ભયંકર ભૂલ થઈ ગઈ!
એકદા મરિચિ મુનિના શરીરમાં રોગ ઉત્પન્ન થયો... ભગવાનના સંવેગી સાધુઓ અસંયતની સેવાતો ક્યાંથી કરે ! તેથી મરિચિ વિચારે છે હું પણ એક શિષ્ય કરી લઉં તેવામાં જ રાજપુત્ર કપિલ ને પ્રતિબોધ કરતા કપિલ મરિચિ ઉપર રાગી બની તેમની જ પાસે દીક્ષા સ્વીકારવાની વાત કરે છે મરિચિ ભગવાનના સાધુઓ પાસે સંયમસ્વીકારવા જણાવે છે કપિલ કહે છે તો શું તમારા આચરણમાં ધર્મ નથી ? બસ... ભાવિમાં પોતાની શુશ્રુષા કોણ કરશે ! એ લોભના કારણે મરિચિથી ઉસૂત્ર ભાષણ થઈ ગયું! “કપિલ અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” આ વચનથી જ પ્રભુના આત્માનો સંસાર વધી ગયો ! નયસારના ભવમાં જે બોધિબીજ ની પ્રાપ્તિ કરેલી તે બોધિબીજ મુનિના ભવમાં ગુમાવી દીધું. આયુષ્ય પૂર્ણ કરી મરિચિ મુનિ કાળધર્મ પામી દેવલોકે સંચર્યા ! ચોથા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળામહદ્ધિકદેવથયા!
ભવ પાંચથી પંદર પાંચમાં ભવમાં કોલ્લાકનામના ગામમાં કૌશિકનામે બ્રાહ્મણ થયા. ત્રિદંડી વેષ ધારણ કરી એંસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સૂક્ષ્મયોનીમાં અનેક ભવો ભમી છઠ્ઠાભવમાં પુષ્પમિત્રનામે બ્રાહ્મણ થયા. ત્રિદંડીપણાને સ્વીકારી બોત્તેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સાતમા ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમસ્થિતિવાળા દેવ થયા. આઠમાંભવે ચોસઠલાખપૂર્વના આયુષ્યવાળાઅગ્નિદ્યોતબ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી વેષ સ્વીકારી મરણ પામી નવમાં ભવમાં ઈશાન દેવલોકમાં મધ્યમસ્થિતિવાળાદેવ થયા. દસમાં ભવમાં મંદિર સંનિવેશમાં છપ્પન્ન લાખ પૂર્વના આયુષ્યવાળા
૨ ૨૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org