Book Title: Karma Hare Bhavjal Tare
Author(s): Harshshilvijay
Publisher: Aatmashreya Prakashan

View full book text
Previous | Next

Page 233
________________ મતિકલ્પનાથી જ નવા ત્રિદંડી વેશની રચના કરી સંયમમાં શિથિલ થયા પણ હજી ભગવાનના વચન ઉપર અતૂટ શ્રદ્ધા હૃદયસ્થ જ છે પરિણામે નવો વેશ નિહાળી અનેક આત્માઓ મરિચિ પાસે ધર્મ સમજવા આવતા. અજોડ દેશના લબ્ધિના ધારક મરિચિ મુનિએ સૌને ભગવાનનો સત્ય માર્ગ સમજાવી સર્વવિરતિની ભાવનાવાળા અનેક આત્માઓનેપ્રભુએ પ્રરૂપેલા ચારિત્રમાર્ગે વાળ્યા! એકદા ઋષભદેવ સ્વામિ વિનિતામાં પધાર્યા છે સમવસરણ મંડાયેલુ છે ભરત મહારાજા દેશના સાંભળવા આવ્યા છે દેશનાને અંતે ભરત મહારાજા પ્રભુને પ્રશ્ન કરે છે. “ભગવંત ! આ પર્ષદામાં આ જ ચોવીસીમાં ભાવિમાં તીર્થકર થનાર કોઈ આત્મા છે કે નહીં ! પ્રભુએ મરિચિની ઓળખ આપતા જણાવ્યું આ ચોવીસીના અંતિમ તીર્થકર મહાવીરસ્વામિનોએ આત્મા છે ! એટલું જ નહીં આ અવસર્પિણીમાં પ્રથમત્રિપૃષ્ઠવાસુદેવપણ એ જ થશે અને વિદેહમાં પ્રિય મિત્રનામે ચક્રવર્તીપણ થશે! આ સાંભળી ભરત મહારાજા આનંદિત બની મરિચિ મુનિની પાસે આવી ત્રણ | પ્રદક્ષિણા આપી વંદન કરીને જણાવ્યું.. “હું આપના વેશને વંદન નથી કરતો પણ આપ ભાવિમાં તીર્થપતિ થવાના છો તેથી જ આપને હું વંદન કરું છું” પ્રભુ પાસે સાંભળેલીવાત જયારે ભરતરાજાએમરિચિમુનિને કરી ત્યારે મરિચિમુનિનો આનંદ માતોનથી....!મુનિ ગર્વમાં આવી ગંભીરતાનેત્યજીનૃત્ય કરવા લાગ્યા.. ઓહ...! કેવું અમારું ઉત્તમકૂળ ! મારા દાદા પ્રથમતીર્થંકર ! પિતા પ્રથમચક્રવર્તી ! અને હું પ્રથમવાસુદેવ બનીશ ! ખરેખર અમારા જેવું ઉત્તમકુળતો જગતમાં કોઈનું નહીં. પુનઃ હું ચક્રવર્તી થઈશ ! તીર્થંકર થઈશ ! આહ....! કેટલું ઉત્તમકુળ ! કુળના મદના પ્રભાવે મરિચિ મુનિએ નીચ ગોત્રકર્મ બાંધી લીધુ ! Jain Education International ૨૧૯ For Private & Personal Use Only: www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284