________________
છઠ્ઠી ભવમાં જંબૂદ્વીપના રમણીય વિજયમાં શુભા નગરીમાં રૂમિત સાગર નામે રાજવીની વસુંધરા રાણીની કુક્ષિમાં અમિતતેજનો આત્મા આવ્યો. મહારાણીએ ગજરાજ, વૃષભ, ચંદ્ર અને સરોવર આ ચાર મહાસ્વપ્નો નિહાળ્યા. બળદેવનો આત્મા ગર્ભમાં આવે ત્યારે તેની માતાચારમહાસ્વપ્નો નિહાળે છે.
વિજયનો આત્મા પણ તમિતસાગર રાજાની રાણી અનુધરાની કુક્ષિમાં આવ્યો ! વાસુદેવના જન્મને સૂચવતા સાત મહાસ્વપ્નો કેસરીસિંહ, સૂર્ય, કુંભ, લક્ષ્મીદેવી, સમુદ્ર, રત્નસંચય, નિમઅગ્નિ રાણી અનુધરાએનિહાળ્યા.
જન્મ થતાં જ વસુંધરાના પુત્રનું નામ અપરાજિત અને અનુધરાના પુત્રનું નામ અનંતવીર્ય પાડ્યું...!
યૌવનાઅવસ્થામાં પ્રવેશેલ અનંતવીર્યકુમારે દમિતારી પ્રતિ વાસુદેવને હરાવી વાસુદેવ થયા અને અપરાજિત કુમાર બળદેવ થયા. વાસુદેવ અનંતવીર્ય પોતાનું ચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પહેલી નરકમાં ગયા.
અપરાજિત બળદેવ પોતાના ભાઈના મૃત્યુથી વિરાગી બની દીક્ષા ગ્રહણ કરી અનેકવિધ આરાધના કરી સમાધિમરણ પામ્યા..
સાતમાં ભવે પ્રભુનો આત્મા, બારમાં અશ્રુત દેવલોકમાં ઈન્દ્ર તરીકે બને છે. અનેકવિધ પ્રભુ ભક્તિનાકાર્યોમાં તન્મય રહે છે.
આઠમાં ભવમાં જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નગરીમાં ક્ષેમકર નામના રાજવીને ત્યાં રત્નમાલા નામની પટ્ટરાણીની કુક્ષિએચૌદ મહાસ્વપ્નોથીસૂચિતપ્રભુના આત્માનું અવતરણ થયું.
જન્મ થતાં જવજજેવાદેહના ધારક હોવાથીવજયુધએ પ્રમાણે નામપાડવું.
Jain Education International
૧ ૨ ૫. For Private Personal Use Only
www.jainelibrary.org