________________
દેવોએ કેવલી ભગવંતના કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો.. બળદેવ મુનિની દેશના શરૂ થઈ ગભરાયેલો અશનિઘોષ કેવલિ ભગવંતના શરણે આવ્યો ! તેની પાછળ વિજય અને અમિત તેજ પણ આવ્યા ! કેવલિ ભગવંતના શરણે આવેલા અશનિઘોષવિદ્યાધરનેબંને કુમારો ક્ષમા આપે છે.
અશનિઘોષે પણ પોતાના કુકૃત્યની વિજય અને અમિત તેજ પાસે ક્ષમાપના કરી.
બળદેવ મુનિએ પર્ષદામાં બેઠેલા અમિત તેજના આત્માની ઓળખાણ કરાવી કહ્યું...
આ આત્મા આજથી નવમા ભવે, આ ભરતક્ષેત્રના પાંચમાં ચક્રવર્તી અને એજ ભવે સોલમાં તીર્થકર શાંતિનાથ થશે.
સમગ્ર પર્ષદા આ સાંભળી આનંદિત બની ગઈ વિજય અને અમિતતેજ કુમારોએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા અશનિઘોષ વિદ્યાધરે ત્યાં દીક્ષા અંગીકાર કરી.
ઘણા સમય સુધી રાજયનું પાલન કરી અંતે ચારણ મુનિ પાસે દીક્ષા સ્વીકારી પાદપોપગમનઅણસણની આરાધના કરી અમિતતેજમુનિ સમાધિમરણ પામ્યા.
ભવ ૫-૬-૭-૮ ભગવાન શાંતિનાથ પરમાત્માનો આત્મા ક્રમશઃ શ્રીષણ યુગલિક પ્રથમ દેવલોકમાં અમિતતેજરાજા થઈ પાંચમાં ભવમાંદસમાં પ્રાણતદેવલોકમાં નંદિતાવર્ત વિમાનમાં વીસ સાગરોપમનાઆયુષ્યવાળાદેવ થયા. વિજયનો આત્મા પણ દસમાં દેવલોકમાંજ દેવતરીકે થયેલ.
Jain Education International
For Private & PL
U se Only
www.jainelibrary.org