SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોએ કેવલી ભગવંતના કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો.. બળદેવ મુનિની દેશના શરૂ થઈ ગભરાયેલો અશનિઘોષ કેવલિ ભગવંતના શરણે આવ્યો ! તેની પાછળ વિજય અને અમિત તેજ પણ આવ્યા ! કેવલિ ભગવંતના શરણે આવેલા અશનિઘોષવિદ્યાધરનેબંને કુમારો ક્ષમા આપે છે. અશનિઘોષે પણ પોતાના કુકૃત્યની વિજય અને અમિત તેજ પાસે ક્ષમાપના કરી. બળદેવ મુનિએ પર્ષદામાં બેઠેલા અમિત તેજના આત્માની ઓળખાણ કરાવી કહ્યું... આ આત્મા આજથી નવમા ભવે, આ ભરતક્ષેત્રના પાંચમાં ચક્રવર્તી અને એજ ભવે સોલમાં તીર્થકર શાંતિનાથ થશે. સમગ્ર પર્ષદા આ સાંભળી આનંદિત બની ગઈ વિજય અને અમિતતેજ કુમારોએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા અશનિઘોષ વિદ્યાધરે ત્યાં દીક્ષા અંગીકાર કરી. ઘણા સમય સુધી રાજયનું પાલન કરી અંતે ચારણ મુનિ પાસે દીક્ષા સ્વીકારી પાદપોપગમનઅણસણની આરાધના કરી અમિતતેજમુનિ સમાધિમરણ પામ્યા. ભવ ૫-૬-૭-૮ ભગવાન શાંતિનાથ પરમાત્માનો આત્મા ક્રમશઃ શ્રીષણ યુગલિક પ્રથમ દેવલોકમાં અમિતતેજરાજા થઈ પાંચમાં ભવમાંદસમાં પ્રાણતદેવલોકમાં નંદિતાવર્ત વિમાનમાં વીસ સાગરોપમનાઆયુષ્યવાળાદેવ થયા. વિજયનો આત્મા પણ દસમાં દેવલોકમાંજ દેવતરીકે થયેલ. Jain Education International For Private & PL U se Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy