Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૮ કર્મ રહસ્ય સંસ્કારવશ જગતમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ પ્રચલિત છે. ઉપર ઊઠવાને સંકલપ કરીને સર્વે આ ભ્રાંતિઓમાં ભૂલા પડી જાય છે. કેઈ તત્ત્વદષ્ટિની ઉપેક્ષા કરીને કેવળ બાહ્યાચારમાં અટકે છે અને કેઈ તત્વદષ્ટિના મહિમાનું ગાન કરીને બાહ્યાચાર અથવા આચારશાસ્ત્રોનું વિસ્મરણ કરે છે! હે પ્રભુ! જીન્નતિના પથમાં બંને સમાનધર્મ છે, બંનેનું સરખું મહત્ત્વ છે. કેઈ અભ્યાધિક નથી. જોકે સમજવા માટે કઈ એક પર અધિક ભાર આપીને બીજાને ગૌણ કરવું પડે છે. પરંતુ જે પ્રકારે કારખાનાનાં મશીનમાં લાગેલું ચક તથા તેમાં લાગેલી નાની પિન તે બંનેનું સમાન સ્થાન છે, બંને વગર મશીન ચાલે નહિ. તે પ્રકારે જીવનશાળાના તાત્વિક વિધાનમાં તત્ત્વદષ્ટિ તથા આચરણું બંનેનું સમાન સ્થાન છે. છતાં તત્વદષ્ટિ જાગ્રત હોવાથી બંનેને પરસ્પર સાપેક્ષ રાખીને અન્યને સહગ હોય છે. તે પણ તત્વદષ્ટિ જાગ્રત થતા પહેલાં મુમુક્ષુને માટે પુણ્ય જ એક અવલંબન છે. તેના વિના તવદષ્ટિ જાગ્રત થવી સંભવ નથી. સમ્યગદર્શનના કારણેમાં જિનપ્રતિમાદર્શન, ધર્મશ્રવણ, જિન મહિમાદર્શન, દેવદ્ધિદશન, આદિ જે વાતને ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે તે સર્વ પુણ્યનાં સાધને છે. તે સિવાય શાસ્ત્રાધ્યયન, તત્ત્વચર્ચા, તત્ત્વચિંતન, મનન, ઉપદેશ વગેરે પણ પુણ્યનાં સાધને છે. તે ઉપરાંત પાંચ લબ્ધિમાં નિબદ્ધ પુણ્ય વિશિષ્ટ પ્રકારનું છે. પ્રથમ પુણ્ય સાધનોની તુલનામાં આ પુણ્ય સમ્યગ્રદર્શનને પરંપરાએ હેતુ નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248