Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 237
________________ ૨૨૦ કર્મ રહસ્ય જોકે વ્યાવહારિક ક્ષેત્રમાં અનેક અવસરે એવા આવે છે કે જે જીવ ઈ છે તે પિતાના આ પાતંત્ર્યને પ્રત્યક્ષ કરી શકે છે. છતાં પણ પિતાના સંકીર્ણ સ્વભાવવશ હિરણ્યકશ્યપની જેમ ગાજતે રહે છે અને પિતાની હારને જીત મનાવે છે. ઇંદ્રિના માધ્યમ દ્વારા પ્રતિબંધ લગાવી લગાવીને સમગ્રને જાણી લેવા ઈચ્છે છે, હાથપગના માધ્યમથી પ્રતિબંધ લગાવી લગાવીને સમગ્રને પિતાની વાસનાઓ અનુસાર વશ કરવા ઈચ્છે છે. પરંતુ અસંભવને સંભવ બનાવવાનું સામર્થ્ય તેનામાં નથી. તેથી તેની આ અતૃપ્ત વાસના આજ સુધી પૂરી થઈ નથી અને ભવિષ્યમાં પૂરી થવાની નથી. એ કામનાઓને કારણે તે વિશ્વના વિધાનને હિરણ્યકશ્યપની જેમ પિતાને આધીન કરવા ચાહે છે, પરંતુ કલપનાની જાળમાં ફસાઈને તેને પિતાને ખ્યાલ પણ નથી કે એ વાત સંભવ છે કે નહિ. પિતાને તે સ્વયં વિચારવાને સમય નથી પણ કોઈ તેને સમજાવે તો પણ અહંકાર તેને તેમ કરવા દેતું નથી. અને તેને ઉપકાર માનવાને બદલે તે તેની સામે આક્રેશ કરે છે. વિશ્વનું વિધાન એટલે સ્વાતંત્ર્ય. તે ક્યારે પણ કોઈને આધીન હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ. દેવેન્દ્ર, નરેન્દ્ર, ધરણેન્દ્ર આદિ જ્યારે તેને પિતાને આધીન કરવાને સમર્થ નથી, દેવાધિદેવ, અહંત કે સિદ્ધ પરમાત્મા પણ તેમાં કંઈ કરવાનું વિચારતા નથી, ત્યારે વળી આ પામર પ્રાણને માનવીય અહંકાર શું કરી શકવાન છે? હે પ્રભુ! તું તારી આ સંકીર્ણતાને ત્યાગ કર અને તારી સ્વયં પ્રભુતાને પરિચય પામ. વિશ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248