Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 244
________________ સહજ અવસ્થા રર૭ જે જીવ માનસિક તથા શારીરિક સંસરણરૂપ પૂર્વોક્ત સંસારમાં સ્થિત છે તેને સંસ્કારવશ સ્વયં જ રાગદ્વેષ આદિ ભાવકર્મ હોય છે, જેના દ્વારા તેનામાં જ્ઞાતૃત્વ, કર્તવ તથા લેતૃત્વ એમ ત્રણ કર્મ હોય તે સ્વાભાવિક છે. આ સકળ કર્મ સંકલ્પપૂર્વક હોય છે તેથી તે કૃતક છે. અને ફળભેગની આકાંક્ષાયુક્ત હોવાથી સકામ છે. સકામ હોવાથી તેના પ્રભાવવશ જીવ છે નહિ તે પણ નરકાદિ ગતિમાં ભ્રમણ કરે છે. કાર્યકારણભાવની આ શૃંખલામાં વિશ્વ બંધાયેલું છે. તેની તાત્વિક વ્યવસ્થામાં ઈંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરફાર કરવાને સમર્થ નથી. વિશ્વમાં જે કંઈ ચેતન-અચેતન પદાર્થ છે તે સર્વ આ વ્યવસ્થાને આધીન વતે છે, તે તથ્યને નિશ્ચય કરીને કર્તુત્વભાવથી ઉપર ઊઠીને જે જ્ઞાતૃત્વના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તે કેવળ સાક્ષીભાવે આ વિશ્વને તમાશે જુએ છે. તેમાં ફસાતે નથી. બીજી બાજુ જે એ વ્યવસ્થાનું લક્ષ્ય રાખતે નથી અને પિતાની કલ્પનાનુસાર તેમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે તે પિતાના જ્ઞાતૃત્વ સ્વભાવને ત્યાગ કરીને સર્વદા કર્તુત્વની ચિંતામાં ફસાય છે. પ્રથમવાળે જ્ઞાતા રહીને મુક્ત થાય છે અને બીજો ર્તા બનને પિતાના સંસારની વૃદ્ધિ કરે છે. આ ગાથામાં આચાર્યે વિશ્વની કાર્યકારણની વ્યવસ્થાનું ચિત્ર રજૂ કર્યું છે, અને બીજી બાજુ કર્તવાચ્ય (active voice)ની જગાએ કર્મવાચ્ય (passive voice)ને પ્રયોગ કરીને એ ભાવ વ્યક્ત કર્યો છે કે આ વ્યવસ્થા સહજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248