Book Title: Karm Prakruti Part 01 Author(s): Kailashchandravijay Publisher: Rander Road Jain Sangh View full book textPage 5
________________ -: મુખ્ય ટાઈટલ પૃષ્ઠના અષ્ટકર્મના ચિત્રનો પરિચય : (૧) જ્ઞાનાવરણીયકર્મ :- (આંખે પાટા બાંધ્યા જેવું) જેમ આંખે પાટો બાંધવાથી કોઈ પણ વસ્તુ જોઈ જાણી શકાતી નથી, તેમ આત્મા ઉપર જ્ઞાનના આવરણરૂપ પાટો આવવાથી આત્મા કોઈ વસ્તુ જાણી શકતો નથી. આ કર્મ આવરણથી આત્માનો અનંત જ્ઞાન ગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-પ છે. (૨) દર્શનાવરણીયકર્મ :- (દ્વારપાળ જેવું) આ કર્મનો સ્વભાવ દ્વારપાળ જેવો છે. દ્વારપાળે રોકેલો મનુષ્ય જેમ રાજાને જોઈ શકતો નથી. તેમ દર્શનાવરણીયકર્મના ઉદયથી જીવ પદાર્થ અને વિષયને દેખી શકતો નથી. આ કર્મથી જીવનો અનંત દર્શનગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૯ છે. (૩) વેદનીયકર્મ :- (મધુલિપ્ત તલવાર જેવું) . આ કર્મનો સ્વભાવ મધ વડે લેપાયેલી તલવાર જેવો છે. પ્રથમ ચાટતાં મધના કારણે તે મીઠી લાગે છે. પણ જીભ કપાવાથી પશ્ચાત્ દુ:ખી થવાય છે. તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ સુખ - દુઃખનો અનુભવ થાય છે. આ કર્મથી જીવ સ્વ-સ્વાધિન અનંત અવ્યાબાધ સુખાનુભવના બદલે બાહ્ય પૌદ્ગલિક સુખ-દુઃખને ખરા સમજે છે. આની ઉત્તરપ્રકૃતિઓ-૨ છે. (૪) મોહનીયકર્મ :- (મદિરા જેવું) આ કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી ભાન ભૂલેલો માનવી હિતાહિતને જાણી શકતો નથી, તેમ આ કર્મના કા૨ણે જીવ ધર્મા-ધર્મ કંઈ જાણી પાળી શકતો નથી, આ કર્મની આત્માનો શુદ્ધ સમ્યક્ સ્વરૂપ તથા અનંત ચારિત્રગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૨૮ છે. (૫) આયુષ્યકર્મ :- (બેડી જેવું) આ કર્મને બેડીની ઉપમા આપી છે. જેમ બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. એક શરીરમાં નિશ્ચિત રહેવું પડે છે, એક શરીરમાં નિશ્ચિત સમય સુધી રાખનાર આયુષ્યકર્મ છે. આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિગુણ રોધાય છે. આ ૪ પ્રકારનું છે. (૬) નામકર્મ :- (ચિત્રકાર જેવું) “ચિત્રકાર” ની ઉપમા આ કર્મને અપાય છે. એક ચિત્રકાર જેમ વિવિધ રંગોથી અંગોપાંગ યુક્ત દેવ - મનુષ્ય - પશુ આદિના વિવિધ રૂપો ચીતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપ-રંગવાળા શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. આ કર્મથી શરીર-૨ચના આદિ કાર્યો થાય છે. આત્માનો અરૂપીગુણ આ કર્મથી રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૧૦૩ છે. (૭) ગોત્રકર્મ :- (કુંભાર જેવું) “કુંભાર” સાથે આ કર્મને સરખાવવામાં આવે છે. જેમ એક કુંભાર માટીના મંગલરૂપ મદિરાના ઘડા જેમ ઉચ્ચ અને નિમ્ન શ્રેણિના ઘડા બનાવે છે. એક પૂજાય છે અને એક નિંદનીય થાય છે. તેમ ગોત્રકર્મને લીધે જીવ ઉચ્ચ-ગોત્રમાં જન્મી પુજનીક તથા નીચગોત્રમાં જન્મી નિંદનીક થાય છે. આત્માના અગુરૂલઘુ ગુણને રોકવાનો આ કર્મનો સ્વભાવ છે. આની ઉત્તરપ્રકૃતિઓ-૨ છે. (૮) અંતરાયકર્મ :- (ભંડારી જેવું) રાજાના ભંડારી જેવો આ કર્મનો સ્વભાવ છે. દાનવીર રાજાની દાન આપવાની ઇચ્છા હોવા છતાં ખજાનો સંભાળનાર ભંડારી જેમ વિઘ્ન નાંખે તેમ અનંત દાન - લાભ - ભોગ ઉપભોગ તથા વીર્ય લબ્ધિવાળો આત્મા હોવા છતાં પણ આ કર્મના કારણે તે પોતે પોતાના અનંત દાનાદિ સ્વભાવ પ્રગટ કરી શકતો નથી. આને અંતરાયકર્મ કહેવાય છે. આ કર્મથી જીવના અનંત વીર્યાદિ ગુણો રોકાય છે આની ૫ ઉત્તરપ્રકૃતિઓ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 550