________________
જેની પાસે જે કર્મસાહિત્ય છે તે આખા વિશ્વમાં બીજા કોઈપણ પાસે જોવા મળે તેમ નથી. તેથી આખા વિશ્વમાં અજોડ છે. આ કર્મસાહિત્યની પણ અગાધતા, સૂક્ષ્મતા વગેરે જોતા કેવલી ભગવંત સિવાય આવા પ્રકારનું કથન અન્ય કોઈપણ વ્યક્તિથી શક્ય નથી. એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી. આવા આ કર્મસાહિત્યમાં કર્મવાદોને લગતું ઉડાણ, ગંભીર અર્થોની સૂક્ષ્મતા પૂર્વકની જે વિશદ છણાવટ, કાર્યકારણ ભાવની સમજણ, વગેરે જેટલું બારીકમાં બારીક ચીવટભર્યું નિરૂપણ કરવામાં આવેલ છે. એવું ઝીણવટભર્યું નિરૂપણ આખા જગતમાં અન્ય કોઈપણ ઠેકાણે જોવામાં આવતું નથી. આવા આ કર્મવાદનો વિષય અત્યન્ત જટીલ, વષમ, કઠણ અને શુષ્ક હોવાથી ભલભલાને પણ કંટાળાવાળો લાગે તેવો હોવા છતાં જેઓ આ વિષયમાં રસ ધરાવતા એની અંદર ઉંડાણમાં ડુબકી મારે છે તેઓને આમાં પણ અપૂર્વ આહલાદકતા પ્રાપ્ત થાય છે. અને એના માટે આ વિષય પણ રૂચિકર બને છે. જેમ દરિયામાં ઉડાણવાળા તળીયાના ભાગમાં મરજીવાઓ ઉડી ડૂબકી લગાવીને અપૂર્વ રત્નોની પ્રાપ્તિ કરે છે, તેમ કર્મસિદ્ધાન્તના સાહિત્યરૂ૫ દરિયાના ઉંડાણમાં જવાથી અપૂર્વ જ્ઞાનરૂપી રત્નોની પ્રાપ્તિ થાય છે.
આવા આ કર્મસાહિત્યને લગતા કર્મપ્રકૃતિ જેવા ગ્રન્થની પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ સાહેબની ટીકાનું ભાષાન્તર કે ભાવાનુવાદ કરવો એ કંઈ ખાવાના ખેલ નથી, છતાં “દરેકે યથાશક્તિ શુભકાર્યમાં પ્રયત્ન કરવો જોઇએ” એ પ્રમાણેના મહાપુરુષોના વચનને અનુસરીને મુનિરાજ શ્રી કેલાસચંદ્ર વિજયજીએ પોતાના ક્ષયોપશમ પ્રમાણે એ માટે જે અપ્રમત્તપણે ભગીરથ પ્રયત્ન કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. અને હું હવે કેટલાક કારણોથી મારા પોતાનું લખેલ કેટલુંક સાહિત્ય એમને એમ પડેલ હોવા છતાં તેમાંથી નિવૃત્ત થતો હોવાથી અને બીજાઓના નવા કામની જવાબદારી માથે ન લેતો હોવા છતાં અને એ રીતે નવી જવાબદારી લેવાની ભાવના ઘણી જ ઓછી હતી છતાં તેમના ઉત્સાહ વગેરેમાં ઓટ ન આવે એટલા જ માટે એ ભાવનાથી પ્રેરાઈને એમનું મેટર તપાસવાનું અને આગળ વધીને પ્રફ તપાસી આપવાનું કાર્ય કરેલ છે. અને આ રીતે સ્વાધ્યાય વગેરે દ્વારા મારા માટે તેઓ કર્મનિર્જરાના નિમિત્ત બનેલ છે. આ પ્રમાણે તેઓ અપ્રમત્તપણે કર્મસાહિત્યરૂપ સદ્દજ્ઞાનને સેવવા દ્વારા સ્વ-પરની કર્મનિર્જરાના કારણ બની પરમ શ્રેયસ્કર પરમ પદને વહેલામાં વહેલા પામનારા બનો. એજ એકની એક શુભેચ્છા.
દ. આચાર્ય વિજય વીરશેખર સૂo સંવત-૨૦૫૧ ભાદરવા સુદ-૭, શુક્રવાર
શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, વાલકેશ્વર - મુંબઈ - ૪૦૦ ૦૦૬
પ્રેરણાદાતા :- વ્યાકરણાચાર્ય પપૂ. પંન્યાસપ્રવર સોમચંદ્ર વિજય ગણિવર્ય મસા.ની અનુવાદની અંતરથી અનુમોદના
આજ દિન સુધી કર્મની સ્થિતિની ગહનતાને જેમ કોઈ પાર પામી શક્યું નથી, તેમ જૈન દર્શનના “કસાહિત્ય” ના વિષયની ગહનતાને પણ કોઈ પાર પામી શક્યું નથી. કર્મવિષયક આકર ગ્રંથ “કર્મપ્રકૃતિ" જેવા ગ્રંથોની તો શી વાત કરવી ? તેમાંય કર્મપ્રકૃતિના પદાર્થોને પોતાની સૂક્ષ્મમતિથી સંપૂર્ણ રીતે ખોલતી / પ્રકાશિત કરતી પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પૂરક પંક્તિઓના રહસ્યને વ્યક્તિની શક્તિ તો પાર ક્યાંથી પામી શકે ? તે માટે સાથે જોઈએ પૂર્ણ ગુરૂકૃપા, પ્રજ્ઞાની પ્રતિભા અને કાર્ય કરવાની માત્ર લગની...... | મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીને “કર્મપ્રકૃતિ” ના અભ્યાસ કરાવતી વખતે સ્વાભાવિક રીતે વાત નીકળી કે તમોને જો કર્મસાહિત્યનો થોડો રસ છે તો “કર્મપ્રકૃતિ” ગ્રંથ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની જે વૃત્તિ છે તેનો અનુવાદ હજુ સુધી પ્રકટ થયો નથી તો સારી રીતે પરિશીલન કરી, તેના અનુવાદ માટે તમે પ્રયત્ન કરો.... તેમણે વાત સ્વીકારી - પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય ગુરૂદેવ (આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ) ના શુભાશીર્વાદથી કાર્ય શરૂ કર્યું. તનતોડ મહેનતથી પુરુષાર્થ આરંભ્યો. આવા કાર્યના વિશિષ્ટ અનુભવના અભાવે ઝોલા ખાતી તેમની ગાડી - આગમપ્રજ્ઞ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તપસ્વી પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org