________________
હશે ! પણ એ વિદ્વ૬ ભોગ્ય વારસો કંઈ ઓછો મૂલ્યવાન નથી ! આ વાત તો અનેકાન્તજયપતાકા ટિપ્પણ, લલિતવિસ્તરાખંજિકા આદિ એમના અનેક લભ્ય ગ્રંથોમાં ચર્ચાઓનો ચમચમતો જવાબ વાળતી ન્યાયની ચમકદાર ભાષાના પૂર્વપક્ષ – ઉત્તરપક્ષના ભાવને પામનારો પંડિતવર્ગ જ સહેજે સમજી શકે એમ છે.
ડભોઈમાં માતા મોંઘીબાઈ અને પિતા ચિંતકના કુળ દીપક તરીકે જન્મી જૈન જગતના મુનિપદને પામી ૫૦પૂo આશ્રી મુનિચંદ્રસૂરિજી મસ> સંવત ૧૧૩૯માં આચાર્યપદે અભિષિક્ત થયા. દીક્ષા દિવસથી ૬ વિગઈના ત્યાગ સાથે ૧૨ દ્રવ્યથી વધારે ઉપભોગ નહીં કરવાની પ્રતિજ્ઞા સ્વીકારનાર અને આયંબિલ તપની આરાધના પ્રારંભી દેનાર એઓશ્રી ચૈત્યવાસીઓના એ કાળમાં પ0પૂઆo શ્રી વાદિવેતાલ શાંતિસૂરીશ્વરજી મસાડ પાસે અધ્યયન કરીને સમર્થ નયાયિક
થયો.
સરસ્વતી અને સાધુતાના વિરલ સંગમધામ સમા પપૂ આ... શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મસા, ૫.પૂ. આ. શ્રી વાદિદેવસૂરીશ્વરજી મસાઇ આદિ ૫૦૦ મુનિવરોના અધિપતિ તરીકે જૈનશાસનમાં જે અજોડ..... પ્રભાવના સરજી શક્યા હતા. એમાં પ0પૂ૦ આ0 શ્રી વાદિદેવસૂરીશ્વરજી મ.સા.ની વાદશક્તિ અને વસ્તૃત્વ શક્તિનો ફાળો કંઈ નાનો-સૂનો ન હતો ! પપૂ આશ્રી મુનિચંદ્રસૂરિજી મસાહેબે સંયમ અને સરસ્વતીના સંસ્કાર દ્વારા પપૂ આ શ્રી વાદિદેવસૂરિજી મસ0 નું ચારિત્ર અને જ્ઞાનનું ઘડતર ન કર્યું હોત તો, સમગ્ર ગુજરાતનો શ્વેતાંબર સંઘ એક ભયંકર આફત તળે રહેંસાઈને દેશ ત્યાગ કરી ગયો હોત તો ગુજરાતમાં એનું નામ નિશાન પણ ન હોત એમ ઈતિહાસના પાના બોલે છે. સંવત ૧૧૭૮ના કારતક વદ-૫ના દિવસે દર્ભાવતીની પુણ્ય ધરતી પર પ્રગટેલી પ.પૂ આ શ્રી મુનિચંદ્રસૂરિજી મસાની જીવન જ્યોત પાટણમાં બુઝાઈ. તેઓશ્રીના રચેલા લભ્યાસભ્ય ૩૧ ગ્રંથો છે.
- કર્મસાહિત્યના અભ્યાસીઓનું એટલું પુણ્ય ઓછું કે :- આ કર્મપ્રકૃતિ ટિપ્પણ આટલાં દીર્ધકાળ સુધી પ્રકાશનમાં ન આવી. આ ટિપ્પણ પ્રકાશનમાં આવી ગયું હોત તો પ્રાચીન ટીકાકારો ૫૦પૂ૦ આo શ્રી મલયગિરિજી મ.સા... અને ૫૦૫૦ ઉપા) શ્રી યશોવિજયજી મસાલ્ડ ને સ્વરચિત ટીકાઓમાં કેટલીક ગાથાઓ અને કેટલાક ચૂર્ણિ અંશો ગહનતાના કારણે છોડી દેવા પડ્યા એવું ન બનવા પામત ! એ પુણ્યની પૂર્તિ વહેલી – મોડી આજે પણ થઈ રહી છે. જે પૂજ્ય મુનિરાજ શ્રી જગતચંદ્ર વિજયજી મસા, સંશોધિત સંવત ૨૦૩૫માં ભારતીય પ્રાપ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ પિંડવાડા તરફથી પ્રકાશિત થયેલ છે.
શ્રી કર્મપ્રકૃતિના પ્રથમ ટીકાકાર :- શ્રી કર્મપ્રકૃતિની સંસ્કૃત ટીકા પ્રથમ કરવાનું માન ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ મલયગિરિજી મ.સા. ને ફાળે જાય છે. આગમોની સુંદર, સરળ અને સ્પષ્ટતર ટીકાઓ કરવા માટે એક સમર્થ ટીકાકાર તરીકે પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજની ખ્યાતિ યાવચંદ્ર દિવાકરૌ સુધી રહેશે. આ ટીકાનું શ્લોક પ્રમાણ ૮ હજારનું છે. ટીકાકાર મહારાજ દેવી શક્તિવાળા હતા અને વિદ્યા સિદ્ધિ માટે ગિરનાર ગમનમાં કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મસના સહવર્તિ હતા, એમ શ્રી કુમારપાલ પ્રબંધના કર્તાએ કરેલા ઉલ્લેખ પરથી માલમ પડે છે.
શ્રી કર્મપ્રકતિના દ્વિતીય ટીકાકાર :- ચૂર્ણિને અને પૂજ્ય શ્રી મલયગિરિ ટીકાને અનુસરીને આ ગહનશાસ્ત્ર ઉપર બીજી સંસ્કૃત ટીકા કરનાર નવ્ય ન્યાયમાં પારંગત, પરમ સંવેગી, પ્રખર ત્યાગી મહોપાધ્યાય શ્રી યશોવિજય મસા છે. એનું શ્લોક પ્રમાણ પ્રાય: ૧૩,૦૦૦ છે. તેઓશ્રીનો સમય સત્તરમી શતાબ્દીને શોભાવતો હતો. તેઓશ્રીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર વિદ્વાન ૫૦૫૦ પંન્યાસ પ્રવર પ્રદ્યુમ્ન વિઝ ગણિવર્ય મળo તરફથી પ્રાપ્ત થયેલ છે. તથા તેઓશ્રીની અગ્નિસંસ્કાર ભૂમિ પર પ્રતિષ્ઠીત ચરણ પાદુકા સહિત પ્રતિકૃતિ વર્ધમાન તપની ઓળીના તપસ્વી મુનિરાજ શ્રી રાજચંદ્ર વિ૦ મoo તરફથી પ્રાપ્ત થયેલ છે.
દિવ્ય આશીર્વાદ દાતા :- શાસનસમ્રાટુ - તપાગચ્છાધિપતિ અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજાધિરાજા ૫૦પૂ૦ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મસ> ના પટ્ટધર વાત્સલ્યવારીધિ પ૦પૂ. આચાર્યદેવ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મસા ના પટ્ટધર ધર્મરાજ - પ્રાકૃત વિશારદ ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મસા) છે, કે જેઓશ્રીએ સ્વહસ્તે મને સંવત ૨૦૨૯ના મહા વદ-૭ના રોજ અમદાવાદ કૃષ્ણનગર મુકામે સંયમ આપેલ હોવાથી અત્યંત ઉપકારી છે.
આશીર્વાદ - હિતશિક્ષા દાતા :- શાસન શણગાર - વ્યાખ્યાન વાચસ્પતિ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસા તથા તેઓશ્રીના ગુરૂબંધુ ૫૦પૂ. ગુરૂદેવ શ્રીમાનું સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સાળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org