Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ કર્મપ્રકૃતિનો અભ્યાસ પ0પૂ. ગુરૂદેવ શ્રીમાનુની આજ્ઞાથી આપેલ શુભમુહૂર્ત પ્રમાણે સંવત ૨૦૪૩ આસો વદ-૩ના અમદાવાદ ઓપેરામાં વડીલ ગુરૂભાઈ વ્યાકરણાચાર્ય ૫૦પૂ૦ ગણિવર્ય સોમચંદ્ર વિજય મસાઝ (હાલ પંન્યાસ) પાસે પૂજ્ય મલયગિરિ મસા ની ટીકાનું વાંચન શરૂ કર્યું. જેઓએ સંસ્કૃત - ૨ બુક, લઘુસિદ્ધાન્ત કૌમુદી વ્યાકરણનો અભ્યાસ મને સારી રીતે કરાવ્યો હતો. તથા ચાર પ્રકરણ - ત્રણ ભાષ્ય - છ કર્મગ્રંથાદિનો અભ્યાસ પ0પૂ. ગુરૂદેવે સારી રીતે કરાવ્યો હતો, અને અભ્યાસ કરાવતી વખતે પૂજ્ય ગુરૂદેવ એક વખત બોલેલા કે તેને કર્મસાહિત્યમાં વિદ્વાન કરવાની મારી અંતર ઈચ્છા છે. તે પૂજ્ય ગુરૂદેવના વચન - વચનસિદ્ધિ આજે કંઈક અંશે સાર્થક પામતી હોય તેમ ભાસે છે. જેથી પૂજ્ય ગુરૂદેવનો ઘણો ઉપકાર માનું છું. તથા હિતશિક્ષા આપી સંયમમાં સ્થિર કરનાર ૫૦પૂ. આ0 વિ. ચંદ્રોદયસૂરીશ્વરજી મસા) નો પણ ઘણો ઉપકાર માનું છું. પ્રેરણાદાતા :- મારા પૂજ્ય ગુરૂભાઈ વારંવાર પ્રેરણા કરતાં કે પૂજ્ય મહોપાધ્યાય મસાની ટીકાનો ભાવાનુવાદ કરો. તેઓશ્રીએ ટાઈમના અભાવે પ્રથમ કરણની ગાથા ૬૦નું વાંચન કરાવેલ, પરંતુ તેઓશ્રીએ કાચું લખાણ સુધારવાની જવાબદારી લીધી જેથી મને પપૂ૦ દાદા ગુરૂદેવના દિવ્ય આશીર્વાદથી ભાવાનુવાદ કરવાની ફુરણા થઈ. જે મારા જેવા અલ્પ ક્ષયોપશમવાળા પામર જીવ માટે અતિકઠીન વાત હતી. અને સંવત-૨૦૪૪ ના ચાતુર્માસમાં શાસનસમ્રાટુ પ૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મસા ની જન્મ અને સ્વર્ગભૂમિ એવી (મધુપુરી) મહુવાની પુણ્ય પાવન ધરતી પર પૂજ્ય ગુરૂદેવના આશીર્વાદ લઈ લખાણ શરૂ કર્યું. આ ગ્રંથનું પ0પૂ૦ મલયગિરિ મસા) ની ટીકાનું ભાષાંતર પંડિતવર્ય ચંદુલાલ નાનચંદ સીનોરવાળાએ વિ.સં. ૧૯૭૬માં કરેલ છે. પરંતુ પૂજ્ય ઉપાધ્યાય મસા) ની ટીકા અતિકઠીન હોવાથી અભ્યાસકોને સરળતા રહે તે હેતુથી મારા ક્ષયોપશમ અનુસાર પૂજ્ય ઉપાધ્યાય મસા ની ટીકાનો ભાવાનુવાદ કરેલ છે. વિદ્યાગુરૂદેવ - માર્ગદર્શક - સંશોધક – સંપાદક ઉપકારી ૫.પૂ આચાર્ય ભગવંત - ૮ કરણ સુધી લખાણ થયા બાદ આ વિષયમાં વિશેષ જ્ઞાન ધરાવતા ગીતાર્થ ભગવંતને મેટર સુધારવા માટે સિદ્ધાન્ત મહોદધિ - કર્મશાસ્ત્ર રહસ્ય વેદી સ્વ ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મસા ના પટ્ટધર વર્ધમાન તપોનિધિ - ન્યાય વિશારદ્ ૫૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મસાd ના પટ્ટધર સિદ્ધાંત દિવાકર ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા ની ભલામણથી પપૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મસા ના પટ્ટધર નિઃસ્પૃહ શિરોમણી પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મસા ના શિષ્ય તપસ્વી ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મસા ના શિષ્ય વિદ્વાન પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્ય કર્મસાહિત્યના નિષ્ણાત ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસાહેબે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી અક્ષરશઃ સૂક્ષ્મતાપૂર્વક તપાસી આપેલ છે. પૂજ્યશ્રીને જે મેટર મોકલું તે તુરત જ સુધારીને મોકલતા, તથા અનેક પ્રશ્નોના જવાબો પણ સંતોષકારક આપતા હતા. જેથી મારા ઉત્સાહમાં વેગ આવતો હતો. સુરતમાં સંવત ૨૦૪૮નું ચાતુર્માસ ૫૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મસાલ્ડ તથા ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસાઇ નું ગોપીપુરા ૐકારસૂરિ આરાધનાભવનમાં નક્કી થતાં મારા પૂજ્ય બન્ને વડીલ આચાર્ય ભગવંતની આજ્ઞાથી જેઠ સુદ-૧૩ના શુભ દિવસે ચિત્રો આદિની સમજુતી સહિત અભ્યાસ પૂજ્ય વિદ્યાગુરૂદેવ પાસે શરૂ કર્યો. અને પૂજ્ય બન્ને વડીલોની આજ્ઞાથી વયોવૃદ્ધ તપસ્વી પ્રવર્તક કુશલચંદ્ર વિજય મ.સા. સાથે ચાતુર્માસ મોહનલાલજી ઉપાશ્રયે કર્યું, જેથી સારી રીતે અભ્યાસ થઈ શકે. પૂજ્યશ્રી પાસે પોતાના સાધુ ભગવંતના પાઠો ચાલતાં હોવા છતાં પૂજ્યશ્રીએ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી રોજ સાંજે ૫ થી ૭ અભ્યાસ કરાવતાં જુના નવા સહિત ૧૨૫ ચિત્રો સમજુતી સહિત તૈયાર કર્યા. મુનિરાજ શ્રી યશોવિજયજી મ00 કે જેઓ સારા વિદ્વાન છે અને અનેક વાયગ્રંથો ઉપર સંસ્કૃત - ગુજરાતી વિવેચન લખ્યા છે અને લખે છે. તેઓએ પણ આ ગ્રંથમાં સહાય કરી છે. તેમને પણ આ પ્રસંગે યાદ કરવા ઉચિત છે. ત્યારબાદ સંવત ૨૦૪૯માં ગ્રંથ છપાવવાનું નક્કી થતાં સંશોધક ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસુરીશ્વરજી મસાને આગ્રહભરી વિનંતી કરતાં ફાઈનલ મુફ તપાસી આપવા હા પાડી. જેથી પૂજ્યશ્રીનો ઘણો ઉપકાર માનું છું. આ રીતે પૂજ્ય બન્ને આચાર્ય ભગવંતના સાથ સહકારથી જ આ ગ્રંથ મારાથી તૈયાર થયેલ છે. જો બન્ને પૂજ્યશ્રીનો સહકાર ન મળ્યો હોત તો આ ગ્રંથ મારાથી કોઈ પણ સંયોગોમાં તૈયાર થઈ શકત નહીં. જેથી બન્ને પૂજ્ય આચાર્ય ભગવંતનો હું અત્યંત ઋણી છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 550