Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ જેવા મહાપુરુષોના સંપૂર્ણ સાથ, સહકાર અને સૂચન - માર્ગદર્શનથી બરોબર પાટે ચઢી ગઈ..... અને કાર્ય કરવાની દિલચસ્પીધી જાણે દોડવા લાગી....... તેના પરિણામરૂપે આ ભાવાનુવાદ તૈયાર થયો. પોતાના ક્ષયોપશમ મુજબ વિવિધ પ્રાચીન ગ્રંથોની સહાયતાથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની પંક્તિઓને ખોલવાનો સારો એવો પુરુષાર્થ તેઓએ કર્યો છે. છતાંય વિદ્વાનો માટે તે પંક્તિઓના પદાર્થોને પોતાની રીતે ખુલ્લા કરવાનો અવકાશ જરૂર છે. અભ્યાસી જીવોને તો “કર્મપ્રકૃતિ” ગ્રંથના અભ્યાસ માટે મહાપુરુષોના માર્ગદર્શન અને અથાગ પ્રયત્નથી તૈયાર થયેલ આ ભાવાનુવાદ ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. પ્રાંત, કર્મપ્રકૃતિ ગ્રંથ ઉપરની ઉપાધ્યાયજી મહારાજની વૃત્તિનો ભાવાનુવાદ કરવો આવશ્યક હતો, તે ભાવાનુવાદ મુનિ શ્રી કૈલાસચંદ્ર વિજયજીની વર્ષોની મહેનતથી પ્રકાશિત થઈ રહ્યો છે, તે અનુમોદનીય છે, તેઓ ભવિષ્યમાં પૂજ્ય ગુરુ ભગવંતોની કપા - આશીર્વાદ અને માર્ગદર્શનથી આવા બીજા પણ ગ્રંથોના અનુવાદ કરી સંયમી જીવન સાર્થક કરે તેવી શુભેચ્છા.... પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસાહેબનો ચરણકિંકર સોમચંદ્ર વિજય વિ.સં.- ૨૦૫૧, આસો વદ-૬, શનિવાર શ્રી શાંતિચંદ બાબુભાઈ ઝવેરી આયોજિત ચાતુર્માસ - પાલીતાણા-૩૬૪ ૨૭૦ -: ભાવાનુવાદકર્તા – સંપાદકનું - નિવેદન : -: મુનિ કૈલાસચંદ્ર વિજય : કર્મપ્રકૃતિ" કર્મસાહિત્યનો કળશ :- જૈન દર્શનનું કર્મ સાહિત્ય ખૂબ જ વિશાળ અને રસાળ છે. પ્રથમ “કર્મગ્રંથ" કર્મવાદનો પાયાનો ગ્રંથ ગણી શકાય તો “કર્મપ્રકૃતિ” નામ ધરાવતો આ ગ્રંથ ખૂબ જ ઉંચી, છેલ્લા કક્ષાનો ગણી શકાય એવો ટોચનો ગ્રંથ છે. આ ગ્રંથમાં કર્મવિષયક આવતી ગહન અને ગંભીર ચર્ચા વિચારણા એને કર્મસાહિત્યના કળશનું સ્થાન માન આપી જાય તેવી છે. “કર્મપ્રકૃતિ” એટલે કર્મસાહિત્યનો કળશ ! શ્રી કર્મપ્રકૃતિના મૂલ કર્તા :- શ્રી દૃષ્ટિવાદ સૂત્ર નામના ૧૨મા અંગમાં ૧૪ પૂર્વની અંદર બીજા અગ્રાયણી પૂર્વની અંદર પાંચમી વસ્તુ ૨૦ પ્રાભૃત પ્રમાણ છે, તેમાં ૨૪ કારવાળું કર્મપ્રકૃતિ નામનું ચોથું પ્રાકૃત છે. તેમાંથી આ કર્મપ્રકૃતિ ગ્રંથનો ઉદ્ધાર પૂર્વધર ભગવાન શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબે કર્યો છે. તેની ૪૭૫ ગાથાઓ છે, અને તે પ્રાકૃત ભાષામાં રચેલી છે. મૂલકર્તા પૂર્વધર ભગવાન દશ પૂર્વધારી હોવાની સંભાવના થાય છે. તેઓ છેલ્લા આગમોદ્ધારક પૂજ્ય શ્રી દેવર્ધિગણિ શ્રેમાશ્રમણથી પૂર્વે થયા હોવાનું અનુમાન સિદ્ધાંત મહોદધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મસાના વિદ્વાન શિષ્યરત્ન પરમપૂજ્ય ઉપાધ્યાય જંબુવિજય ગણીએ જણાવેલ છે. શ્રી કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર :- અત્યાર સુધી નહીં પ્રગટ થયેલી ચૂર્ણિ પહેલ વહેલી જ, તથા બન્ને વૃત્તિ સહિત પ્રતાકારે કર્મસાહિત્યના અજોડ નિષ્ણાત પપૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે તૈયાર કરેલ છે. કયા મહાપુરુષે આ ચૂર્ણિ રચી હશે તે સાધનના અભાવે નક્કી જણાયું નથી. જૈન સાહિત્યમાં ચૂર્ણિ સાહિત્યના પિતા પરમપૂજ્ય શ્રી જિનદાસ મહત્તર ગણાય છે. આ ચૂર્ણિ પણ તેઓશ્રીની જ બનાવેલી હોય તો ના કહીં શકાય નહીં. હજાર શ્લોક પ્રમાણ આ ચૂર્ણિ પ્રાકૃત ભાષામાં રચેલી છે. કર્મ જેવા ગહન વિષયમાં સમર્થ ટીકાકારોને પણ આ ચૂર્ણિએ જ માર્ગ દેખાડેલ છે. ચૂર્ણિકાર મહારાજનો સમય અજ્ઞાત છતાં સૂરિ પુરંદર પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીથી પ્રાચીન હોય તેમ વિદ્વાનોનું માનવું છે. કર્મપ્રકૃતિના ટીપ્પણકાર :- જે ડભોઈની ધરતી પર પૂજ્ય ઉપાધ્યાય મસાહેબ સ્વર્ગે સંચર્યા, એજ પુણ્ય ધરતી પર બારમી સદીમાં આ ગ્રંથના ટીપ્પણકાર સૂરિપુરંદર ૫.પૂ. આશ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા નો જન્મ થયો હતો. ૫૦પૂ આ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મસા અને ૫૦પૂ૦ શ્રી ઉપાઠ યશોવિજયજી મસા જેવા સમર્થ તાર્કિકો જ્ઞાનનો જે વારસો આપણને આપી ગયા છે, તેની સરખામણીમાં પ૦પૂ આ શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મહારાજનો વારસો કદાચ અલ્પ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 550