Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ચિત્રો – યંત્રાદિના સંશોધક - સંપાદન સિદ્ધાન્ત દિવાકર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રસ્તુત ગ્રંથ અંગે શુભાશિષ કર્મસાહિત્યમાં અજોડ | બેજોડ ગણી શકાય તેવો ગ્રંથ છે કર્મપ્રકૃતિ... આજથી લગભગ ૫૦ વર્ષ પહેલા આ ગ્રંથનું અધ્યયન | અધ્યાપન નહિવતું હતું. સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ શાસ્ત્રને હસ્તલિખિત જ્ઞાનભંડારમાંથી બહાર કાઢ્યું. ગુરુ ભગવંતની કૃપાથી સ્વયમેવ આ શાસ્ત્રની કઠિન પંક્તિઓને લગાડવા માંડ્યા. રાતે આ શાસ્ત્રના પદાર્થોનું પારાયણ કરતા. અંતે સંપૂર્ણ ગ્રંથના પદાર્થોને આત્મસાત્ કર્યા, અને પોતાના સાધુ સમુદાયને આ ગ્રંથના પદાર્થો ભણાવ્યા. વર્તમાનકાળમાં અતિકઠિન એવા આ ગ્રંથના જે થોડા ઘણાં જાણકાર શ્રી સંઘમાં જોવા મળે છે તેમાં સાક્ષાત્ યા પરંપરાયે સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી જ કારણ છે. એ વાતમાં કોઈ શંકા નથી. આજ સુધીમાં આ ગ્રંથ ઉપર ચૂર્ણિ ! વૃત્તિ / ટિપ્પણ આદિ રચાયેલ છે, જે પ્રગટ પણ થયેલ છે. વળી શ્રી મલયગિરિ સૂરિ મહારાજની વૃત્તિનો અનુવાદ પણ બહાર પડ્યો છે. હવે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની વૃત્તિનો અનુવાદ બહાર પડી રહ્યો છે.... તે ખરેખર આવકારવા યોગ્ય છે. | મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીનો પુરુષાર્થ દાદ માંગે તેવો છે. આ ગ્રંથનો અનુવાદ ખૂબ જ શ્રમસાધ્ય હતો. તેમના ક્ષયોપશમ કરતાં પણ તેમનો પુરુષાર્થ અને રસ ઘણો હતો. તેથી જરા પણ થાક્યા વગર, કંટાળ્યા વગર આ કાર્યમાં વર્ષો સુધી તેઓ લાગી રહ્યા. વિશેષ અનુમોદનાની વાત તો એ છે કે આવા કઠિન કાર્ય વચ્ચે પણ તેઓ વિશસ્થાનક તપની આરાધના અટ્ટમથી ચાલુ રાખી છે. આજે આ અનુવાદ સંપૂર્ણ થઈને બહાર પડી રહ્યો છે ત્યારે શાસનદેવને એક જ પ્રાર્થના કરવાની કે મુનિશ્રી પણ આવા બીજા કઠિન અને જટિલ ગ્રંથોને સરળ શૈલીમાં અનુવાદાદિ કરવા દ્વારા પોતાના મન - વચન - કાયાને સફળ બનાવે. લી. આચાર્ય વિજય જયઘોષસૂરિ સંવત- ૨૦૫૧, ભાદરવા વદ-૧૨ ગીરધરનગર, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ પ્રસ્તુત ગ્રંથમાં સંશોધક – સંપાદક રૂપે મુખ્ય સહાયક થનાર કર્મસાહિત્યના નિષ્ણાત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા ના પ્રાસંગિક બે બોલ સંપૂર્ણ વિશ્વના એક માત્ર કલ્યાણકારી જૈનશાસનમાં તીર્થંકર પરમાત્માઓએ અર્થથી નિરૂપણ કરેલ અને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે રચેલ જે અગાધ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન હતું. તેમાં ૧૨મા દૃષ્ટિવાદ અંગમાં જે ૧૪ પૂર્વો હતા. તેમાં જગતની તમામ વસ્તુનું સાંગોપાંગ તમામ દૃષ્ટિથી પરિપૂર્ણ સંપૂર્ણપણે નિરૂપણ કરેલ હતું. કોઈપણ વસ્તુના કોઈપણ અંશનું જરા પણ નિરૂપણ બાકાત રહેલ ન હતું. તે દૃષ્ટિવાદ નામના ૧૨મા અંગનો વિચ્છેદ થતા થતા આજે એક પણ પૂર્વ બચવા પામેલ નથી. અર્થાતુ આજે એક પણ પૂર્વ વિદ્યમાન નથી. છતાં તે તે કાળમાં થઈ ગયેલા મહાપુરુષોએ તે ૧૨મા દષ્ટિવાદ અંગમાંથી ઉદ્ભૂત કરીને ભવિષ્યમાં થનાર અલ્પાયુષ્યવાળા અને અલ્પમતિવાળા જીવોને માટે અનેક ગ્રન્થો રચ્યા. કાળના દોષથી તે ગ્રન્થોમાંથી પણ ઘણાં ગ્રન્થોનો તો નાશ થયેલ છે. ઘણાં થોડા ગ્રન્થો બચવા પામેલ છે. આમ ઘણાં શ્રતનો નાશ થવાથી હાલ સિંધુ જેટલાં શ્રુતજ્ઞાનમાંથી માત્ર બિંદુ જેટલું જ શ્રુતજ્ઞાન બચવા પામેલ છે. છતાં આજે આ બિંદુ જેટલું પણ શ્રુતજ્ઞાન મહાસમુદ્ર જેવું લાગે છે. કારણકે સપ્તભંગી, સપ્તનય, ચાર નિક્ષેપા વગેરે દ્વારા સત્પદાદિ દ્વારો વગેરે દ્વારા હાલ વિદ્યમાન જૈન શાસ્ત્રોમાં પણ જે પદાર્થોનું વિશદીકરણ છે તેવું વિશદીકરણ બીજા કોઈપણ ઠેકાણે જોવા નહીં મળે. તેમાં આ કર્મસાહિત્યનું મૂળ પણ દષ્ટિવાદમાં આવે છે. આ સાહિત્યનો પણ ઘણો વિનાશ થયેલ છે. સમુદ્રમાંથી બિંદુમાત્ર એટલું જ આ સાહિત્ય પણ આજે ઉપલબ્ધ થાય છે. છતાં એટલું પણ એ ઘણું અગાધ છે. આજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 550