Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ન વિજયજી પાસે શરૂ કર્યું. અને તે વાંચન વખતે ભાવાનુવાદ લખવાની શરૂઆત પણ તેઓની પ્રેરણાથી શરૂ કરી. મુનિશ્રીનો આ કાર્યમાં ઉત્સાહ અને ખંત પણ ઘણો હતો, પણ અમોને જે કાંઈ લખ્યું તે વાંચતાં સંતોષ ન થયો જેથી વધુને વધુ મૂળ તથા પૂજ્ય ઉપાધ્યાય મસાની ટીકાને લક્ષમાં રાખી વધુ સ્પષ્ટ બને તે રીતે પ્રેરણા કરી, અને તેના પરિપાક તરીકે મુનિશ્રીએ વર્ષોના શ્રમથી સંતોષ થાય તે રીતે ભાવાનુવાદ તૈયાર કર્યો. પરંતુ કર્મપ્રકૃતિના પદાર્થોને સારી રીતે જાણી શકે તેવા કો'કની આ ભાવાનુવાદ ઉપર નજર કરી જાય અને તેઓ ત૨ફથી છપાવવા અંગે સૂચના મળે તે રીતે વિચાર કરતાં....... ૪ . આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરિજીનો ખ્યાલ આવતાં આ ભાવાનુવાદને તપાસી લેવા મુનિશ્રીએ વિનંતી કરી અને તેઓએ આ અંગે આચાર્ય શ્રી વિજય વીરશેખરસૂરિજી ત૨ફ લક્ષ્ય દોર્યું. સદ્ભાગ્યે તે બન્ને આચાર્યશ્રીએ પૂરેપૂરી કાળજી લઈ સાદ્યંત મેટર જોઈ લીધું. યંત્રો જે હતા તે મંત્રોમાં વધુ સ્પષ્ટતા કરવા કેટલાંક સુધારા કર્યા પણ કેટલાંક નવા યંત્રો તથા ચિત્રો પણ બનાવરાવી મુકવામાં આવ્યા છે. Jain Education International મુનિશ્રીનો વર્ષોનો પરિશ્રમ, અને દરેક પદાર્થો ઉપર તેઓની જિજ્ઞાસાથી કોઈ કોઈ પદાર્થોમાં શંકા થતી તો તે શંકાઓનું પણ નિરાકરણ કર્યું છે. આમ આ ગ્રન્થ તૈયાર થઈ કર્મપ્રકૃતિના અભ્યાસીઓના કરકમલમાં આવી રહ્યો છે. આશા તો નહિ પણ શ્રદ્ધા છે કે અમારા મુનિશ્રીનો આ પરિશ્રમ કર્મપ્રકૃતિના અભ્યાસીઓને સહાયક બની રહેશે. અને તેનું અધ્યયન કરી સર્વ કર્મનો ક્ષય કરી શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરો. એજ, લી. વિજય ચંદ્રોદયસૂરિ સંવત-૨૦૫૧ આસો સુદ-૩ સેટેલાઈટ જૈન ઉપાશ્રય, અમદાવાદ ૩૮૦ ૦૧૫ પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રીમાન્ સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા૰ના સુવાક્યો હે જીવ ! સમતા (શાંતિ) રાખ. હે જીવ ! તારૂં કોણ ? હે જીવ ! ગર્વ છોડ. હે જીવ ! પૈસા માટે જીવન કે જીવવા માટે પૈસા. હે જીવ ! માનવ ભવ ધર્મ આરાધના માટે મળ્યો છે, તે ન ભૂલવું. હે જીવ ! શરીર ને કપડા તેના કરતા આત્માને (મનને) વધુ સ્વચ્છ રાખ. હે જીવ ! તું ગરીબના આંસુ લુછીશ ? હે જીવ ! તું વેર રાખી ભવોભવ વધારીશ ? જીવ ! તારૂં કલ્યાણ ક્યારે કરીશ ? સર્વ જીવોનું કલ્યાણ થાય તે શુભભાવના II For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 550