Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ તર્ક – કાવ્યનો તે તદા દીધો વર અભિરામ ભાષા પણ કરી કલ્પતરૂ સમ પરિણામ” (ઇતિ જંબુસ્વામી - રાસ) એટલે આવા ગ્રન્થો લખીને તેઓએ અજૈન વિદ્વાન સમક્ષ જૈનોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જૈન શાસનનો ધ્વજ લહેરાયો છે. દિશા ભૂલેલા સાધકોને ગ્રન્થો દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. નિશ્ચય ને વ્યવહાર ઉત્સર્ગ અને અપવાદ આ બધામાં નિરાકુલપણે મર્યાદા આંકી આપી છે. તેના જ રચેલો આ કર્મપ્રકૃતિ ઉપરની વૃત્તિનો આ ગ્રન્થ છે. યદ્યપિ પૂજ્ય ચરણ શ્રી મલયગિરિજી મહારાજની વૃત્તિ હતી જ છતાં વધુ વિશદ કરવા માટે તેમને પણ વૃત્તિ બનાવી છે. તેના ઉપર મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીએ ઉત્સા'ર્વક પૂબ ખૂબ મહેનત કરી ભાવાનુવાદ તૈયાર કર્યો છે. આ કાર્યમાં તેઓને પોતાના ગુરૂવર્ગના આશીર્વાદ મળ્યા છે અને આવા શુભયોગમાં મન-વચન ને કાયાને પરોવીને તેઓએ વિપુલ કર્મનિર્જરા સાધી છે. સાથે સાથે આ વિષયના જિ:સા ઉપર પણ ઉપકાર થયો છે. - પૂજ્યપાદ જ્ઞાનયોગી ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થના પરિશીલન દ્વારા સૌ ભવ્ય જીવો પ્રભુ શાસનના સાચા રાગી બની જીવ માત્રને મિત્ર બનાવીને વ્હેલામાં વહેલું આત્મ કલ્યાણ સાધો એ જ એક સભાવના પ્રકટ કરી વિરમું છું. પંન્યાસ પ્રધુમ્ન વિજય ગણી વિ.સં. ૨૦૫૦ અષાઢ વદિ-૨, રવિવાર શ્રી કેસરિયાજી નગર, તળેટી – પાલીતાણા આશીર્વાદદાતા શાસનશણગાર - વ્યાખ્યાન વાચસ્પતિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની પ્રસ્તુત ગ્રંથ અંગે શુભભાવના અમારી ભૂતકાળની એક વાત સફળ બની...... - વિ.સં. ૨૦૦૬માં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા તથા ગુરૂદેવ શ્રીમાન આચાર્યદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મસા ની તારક નિશ્રામાં બોટાદ ચોમાસું કરવાનું બન્યું. પૂજ્ય ગુરૂદેવ શ્રીમાનુના સ્વમુખે પંચસંગ્રહની વાચના લેવાનો મને ધન્ય અવસર મળ્યો. પૂજ્યશ્રીનો પણ કર્મસાહિત્યમાં તલસ્પર્શી અભ્યાસ હોવાથી પ્રકરણ ગ્રન્થોનું અવગાહન કરવાનું બન્યું. પૂજ્યશ્રીની એક મનોકામના હતી કે અમો ત્રણ પૂજ્ય મુનિ શ્રી શુભંકર વિજય મસાઇ, હું તથા મુનિ શ્રી કીર્તિચંદ્ર વિજયજી ત્રણે સહાધ્યાયીએ પંચસંગ્રના અભ્યાસ બાદ કર્મપ્રકૃતિનું અધ્યયન કરીએ. પૂજ્યશ્રીએ પોતાના અધ્યયન સમયની બન્ને ગ્રન્થો ઉપર કરેલી નોંધોની નોટો અમોને આપી પણ અચાન્ય અભ્યાસના કારણે પૂજ્યશ્રીની મનોકામના પૂરી ન કરી શક્યા. પરંતુ વિ.સં. ૨૦૧૦ના સુરતના ચોમાસામાં પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી હરગોવિંદભાઈ પાસે અમો ત્રણ તથા શ્રાવક માસ્તર ઝવેરભાઈ, જરીવાળા હીરાભાઈ, તથા લાકડાવાળા સોભાગચંદભાઈ જેવા તત્ત્વ રચિવાળા શ્રાવકો સાથે કર્મપ્રકૃતિનું અધ્યયન શરૂ થયું, શરૂના બે કરણ સુધી તે અધ્યયન ઘણું સુંદર ચાલતું હતું. રાત્રીએ આવૃત્તિ વખતે પદાર્થોની વધુ સ્પષ્ટતા પૂજ્ય મુનિ શ્રી શુભંકર વિજયજી મસા) ની સાંભળી, પાંચ વર્ષે પણ પૂજ્ય ગુરૂદેવે ભાષાંતર કરવાની પોતાની મનોકામનાને પુનઃ ઉત્તેજિત કરી અને અમો ત્રણે ભેગા થઈ બંધનકરણની ૧૧ ગાથા સુધીનું ભાષાંતરનું કાર્ય પણ શરૂ કર્યું. પૂજ્યશ્રીએ તે તપાસી જોતાં તેઓશ્રીને સંતોષ પણ થતો. પરંતુ ન્યાય શાસ્ત્રના અધ્યયની વધુ અનુકૂળતા થવાથી ભાષાંતરનું કાર્ય ન કરી શક્યા તે ન જ કરી શક્યા. ' પરંતુ પૂજ્ય ગુરૂદેવની મનોકામના પૂર્તિ :- અમારા ગુરૂબંધુ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિના શિષ્ય મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીએ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મસાની ટીકા વાંચવાનું તેઓના ગુરૂબંધુ ગણિવર્ય સોમચંદ્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 550