Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ ૧ મોક્ષમાર્ગના માર્ગદર્શક પૂજ્યપાદ શ્રી મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મસા૰નું સંક્ષિપ્ત જીવનચરિત્ર વિદ્વાન પપૂ પંન્યાસપ્રવર પ્રધુમ્ન વિજય ગણિવર્ય મહારાજ સાહેબ સ્તુતિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર ધૈર્ય, ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખુબ બઢાવી શાસન શાન વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ભવ વૈરાગી ગુરૂ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજ્જન, પારંગત શ્રુત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમ૨૨હો પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્રરજી મહારાજે ષોડશક નામના ગ્રંથમાં આશયપંચકના અધિકારમાં ત્રણ વિઘ્ન જયની વાત કરી છે. તેમાં કોઈને પ્રવાસ ક૨વો છે તો જો રસ્તામાં કાંટા હોય તો તે જઈ ન શકે, તેને તાવ આવતો હોય તો પણ તે જઈ ન શકે અને તે બન્ને વિઘ્નોને ઓળંગી જાય પણ જ્યાં જવાનું છે તે દિશાનો જ ભ્રમ થઈ જાય તો તેના માટે ખાત્રીનું વિઘ્ન બહુ મોટું વિઘ્ન પુરવાર થાય. તે ચાલે તો પણ તેના પહોંચવાના સ્થાને તે પહોંચી ન શકે. .... ૧ બસ આ જ રીતે કોઈપણ મુમુક્ષુને પોતાના આત્માનું કલ્યાણ સાધવું હોય તો આવા ત્રણે વિઘ્નોનો જય કરવો પડે છે. ૨ માર્ગમાં કાંટા છે તો અહીં દેહને કષ્ટ પડે. સંયમ-તપ દ્વારા કાયા કરમાઈ જાય એ વિઘ્નને તો મુમુક્ષુ આત્મા દેહની અનિત્યતા - અસારતા - અશુચિપૂર્ણતા વગેરે ભાવનાથી ભાવિત થઈને જીતી લે. પછી જે જ્વર એટલે તાવ - વ્યાધિરૂપ જે વિઘ્ન છે તેને પણ એટલે કે મોક્ષમાર્ગમાં દાખલ થનારને ક્યારેક ક્યારેક મનમાં શુષ્કતા, નીરસતા, રુક્ષતાનો અનુભવ થાય આ તો એકાકીનો માર્ગ છે ચઢાણનો માર્ગ છે એટલે મન નિરુત્સાહી બની જાય, તેને પણ તે ઉત્તમ પુરુષોના ચરિત્રોના આલંબનથી જીતી લે. Jain Education International પણ જે ત્રીજું વિઘ્ન છે દિગ્મોહનું દિÐમનું તેને જીતી લેવા માટે તેને બીજા કોઈકનું જ ઉત્કૃષ્ટ આલંબન લેવું પડે. કોઈક સાચો ભોમીયો મળે તો જ તેને અવળી દિશામાંથી સાચી દિશામાં દોરે. તેને જે ગામ જવાનું છે તે ગામ લઈ જનાર રસ્તાની દોરવણી આપે. તો જ તે આ ત્રીજાં દિલ્મોહના વિઘ્નને જીતી શકે. *| આ ત્રણે વિઘ્નો ઉત્તરોત્તર દુર્જાય છે તેમાં છેલ્લું સૌથી અઘરું છે. આ કાળમાં આ ત્રીજા વિઘ્નના કારણે મોક્ષમાર્ગ મળેલો હોવા છતાં અટકી ગયેલા, અટવાઈ ગયેલા, ઘણાં જોવા મળે છે. આવા દિશા ભૂલમાં ફસાયેલા જીવો ઉપર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે ભોમીયા બનીને દિવાદાંડી બનીને મહા ઉપકાર કર્યો છે. તેઓશ્રીના અધ્યાત્મસાર વગેરે સેંકડો ગ્રંથો આજે અધ્યાત્મ માર્ગમાં ગોથા ખાતાં જીવોને સ્થિર પ્રકાશ અને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. તેઓશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જીલ્લાના મોંઢેરા પાસેના ગાંભૂ ગામ અને ધણોજ ગામની વચ્ચેના કનોડા ગામે થયો હતો. પિતા - નારાયણદાસ, માતા - સૌભાગ્યદેવી, મોટાભાઈ - પદ્મસિંહ. તેઓશ્રીનું નામ જસવંત હતું. નાનો પુત્ર જસવંત ઉંમરમાં નાનો છતાં ખૂબ જ બુદ્ધિશાળી અને હોંશિયાર હતો. પૂજ્ય પંડિતવર્ય શ્રી નયવિજયજી મહારાજ વિ.સં. ૧૬૮૮નું કુણગેર ગામે ચાતુર્માસ પૂર્ણ કરી વે.સં. ૧૬૮૯માં વિહાર કરતાં કરતાં પધાર્યા. માતા સૌભાગ્યદેવીની સાથે બાળ જસવંત ગુરૂમહારાજને વાંદવા આવે છે ત્યારે જ આ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 550