Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ Jain Education International માસ શ Mu વ્યાકરણકારોએ ખાત્ શબ્દની વ્યુત્પત્તિ કરતાં ખૂબ જ સંક્ષેપમાં તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું છે કે – कुटिलं गच्छतीति = जगत् જે કુટિલ વક્રપણે ગતિશીલ હોય તે જગત્ જગત્ની વક્રતા કઈ રીતે છે તેમજ એ વક્રતાથી છૂટવા માટે કેવા પ્રયત્નો જરૂરી છે તે જાણવા માટે કર્મપ્રકૃતિ ભા. ૧-૨-૩ નું મનનપૂર્વકનું વાંચન ખૂબ જ ઉપયોગી બનશે. કેમકે જગત્ની વક્રતામાં કર્મ, કર્મના ભેદો, કર્મબંધના કારણો, કર્મબંધના પ્રકારો, આઠ કરણો, તેમજ ઉદય, સત્તા આદિ કેવી રીતે કારણ બને છે, તેમજ તેનાથી છૂટવા માટે આત્મશક્તિનો ક્રમિક વિકાસ કરી યાવત્ ક્ષપકશ્રેણીથી કર્મબંધ આદિનો સર્વનાશ શી રીતે થાય છે તેનું હળવીભાષામાં, ખૂબ સુંદર રીતે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનો સામાન્ય ખ્યાલ સ્વ. પંડિતવર્ય પુખરાજજીના વક્તવ્યમાંથી પણ મળી રહે છે. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા તૈયાર કરેલ ચિત્રો-યંત્રો સમજૂતી સહિતથી સહેલાઈથી સમજી શકાશે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 550