________________
7
પર૦ : મત્ર પ્રભાવ
સાગરે કહ્યું : ‘ પરંતુ આપને આ માહિતી
કેવી રીતે મળી ?’
“ આજ સવારે હું ગોવિંદચંદ્ર શેને મળવા ગયેા હતેા, એના ભવનની બરાબર તપાસ પણ કરી હતી અને આ હકિકત મેળવી શકયા હતા.’ વંકચૂલે કહ્યું.
.
એનેા ધનભંડાર રહેણાકના વચલા ખંડમાં છે એ આપે નજરે જોયું ?’
ના...નજરે જોવાની કોઇ જરૂર ન લાગી. ચેારની દૃષ્ટિ પત્થરની દિવાલા ભેદીને એની પાછળ શું હાય છે તે તરત જાણી લ્યે છે. મારા અનુમાનમાં કદી ફેરફાર નહિ થાય. હવે આજ રીતે ચારી કેવી રીતે કરવી તે હું તમને સમજાવુ.’
ચારેય સાથીઓ વંકચૂલ ... સામે સ્થિર નજરે જોતા એસી રહ્યા.
વંકચૂલે કહ્યું : ' મિત્રા, દિવાલમાં કયે સ્થળે ફાંકુ પાડવુ એ મેં નક્કી કરી લીધું છે અને નિશાની પણ રાખી છે. આજરાતે મધરાત પછી આપણે છૂટા છૂટા બનીને ગોવિંદચંદ્રના ભવનની પાછલી ગલ્લીમાં જવાનું છે. પાછલી ગલીમાંથી સહેજે કુદીને અંદર જઇ શકાય છે ભવનની દિવાલ માત્ર દસ ગજ દૂર છે. ગલી પાસે ભવનની પાકી વાક્યની દિવાલ છે...દસ ગજના ગાળામાં કેટલાંક વૃક્ષેા, છેડવાઓ વગેરે છે. ભવન ફરતાં ઉપવનનેા એ એક સાંકડા ભાગ છે. અંદર ગયા પછી એ સાથીઓએ છૂપાઇને બહાર રહેવાનું છે, એ એ મારી સાથે આવવાનું છે. પછીતમાં ખારૂં પાડતાં જરાય સમય નહિ લાગે, અંદર દાખલ થયા પછી શું લેવુ તે શું ન લેવુ તે મારે જોઇ લેવાનુ છે.’
‘ આપણા અશ્વો ?’
માલ ઉપડાવ્યા પછી આપણે ઉતાવળ કરીને ભાગવાનું નથી. સીધા પાંથશાળામાં આવીને વિદાય થવાનું છે. જતાં પહેલાં આપણે વિદાયની તૈયારી કરી લીધી હશે.' વાંકચૂલે કહ્યું.
આ ચેાજનામાં સહુ સહમત થયા.
સંધ્યા પછી વંકચૂલ પોતાના બધા સાથીએ સાથે પાંથશાળામાંથી બહાર નીકળી ગયેા. પાંચશાળાના સંચાલકને કહ્યું હતું કે, ‘અમે બધા નૃત્ય જોવા જઇએ છીએ...રાતે મેડા આવશે.’ પાંથશાળાના સંચાલક આ મહેમાને પ્રત્યે ખૂબજ પ્રસન્ન હતા. કારણ કે વંકચૂલે પાંચ સુવણ મુદ્રાએ ભેટ આપી હતી.
પાંચેય સાથીએ કરતાં કરતાં નગરીની એક પ્રખ્યાત નર્તકીને ત્યાં ગયા...પણ કમનશિએ આજ નૃત્યતા કાર્યક્રમ નહોતા.
એટલે પાંચેય મિત્રો ગણિકાવાસમાં ગયા. ગમે તેટલા સમય પસાર કરવા માટે ગણિકાનુ ભવન સ` માટે ખુલ્લુ રહેતુ હોય છે.
આ લોકોને તે માત્ર સમય વ્યતિત કરવા હતા. રાત્રિના બીજો પ્રહર પુરા થાય એ પહેલાં જ પાંચેય મિત્રા યથાસ્થાને જવા નીકળી ગયા.
આ નગરીમાં ત્રણ દિવસ રહીને વંકચૂલે માની સઘળી માહિતી મેળવી લીધી હતી.
સહુ ગોવિંદચંદ્રની હવેલીના પાછલા ભાગમાં ગયા.
વંકચૂલની ચેન્જના બરાબર હતી. સાગરે જોયુ, ગલી સાવ નીરવ ને શાંત છે. ભવન ફરતા ઉપવનની દિવાલ પણ એવી છે કે સહેલાઈથી કુદી શકાય.
સહુથી પ્રથમ વંકચૂલ દિવાલ કુદીને અંદર દાખલ થયા. તેની પાછળ બે સાથીએ ગયા. બીજા બે સાથીએ પણ પાછળથી કુદ્દા અને વંકચૂલે બતાવેલા સ્થાને છૂપાઇ તે ઉભા રહ્યા. તેની જવાબદારી કાઇ આવે તે સાવધાનીને સંકેત કરવાની હતી.
વંકચૂલે આસપાસ દૃષ્ટિ કરી. નીરવતા હતી, શાંતિ હતી...ચેાકિયાતા માટે ભાગે આગળનાં દરવાજે જ રહેતા હતા અને પ્રહર પુરા થાય ત્યારે એ માણસા ભવન કરતુ એક ચર લગાવી જતા.
( જીએ અનુસ ંધાન પાન ૫૫૯)