Book Title: Jiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Author(s): Shantisuri, Dhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય જૈન સાહિત્યનું સર્જન, પ્રકાશન તથા પ્રચાર કરવાની દિશામાં એક મકકમ પગલું ભરવા માટે અધ્યાત્મવિશારદ, શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ વિ. સં. ૨૦૧૪ ના શ્રાવણ વદિ ૮ના શુભ દિવસે જૈન સાહિત્ય—પ્રકાશન–મંદિરની સ્થાપના કરી, ત્યારથી તેમની કલમ એક સરખી ચાલી રહી છે અને અમે તેનું નિયમિત પ્રકાશન કરતા આવ્યા છીએ. એટલું જ નહિ પણ તે માટે ખાસ સમારોહની લેજના કરી તેના પ્રચારને વેગ આપવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે પંડિતજીએ લખેલા ગ્રંથને સારે એવો પ્રચાર થયે છે અને તે ખૂબ જોકપ્રિયતાને વર્યા છે. સં. ૨૦૨૧ ની સાલમાં પંડિતજીએ ઘણું પરિશ્રમે તૈયાર કરેલ જીવ-વિચાર–પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન એ નામના સચિત્ર ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું. તેણે પ. પૂ. આચાર્ય ભગવંતે, વિદ્વાન મુનિરાજે તથા સારાયે શિક્ષિત સમાજની પ્રશંસા પ્રાપ્ત કરી. વાસ્તવમાં જીવ-વિચાર–પ્રકરણની વિસ્તૃત–વિશદ સમજૂતી આપનાર આ ગ્રંથ માત્ર ગુજરાતીમાં જ નહિ, પણ બધીયે ભાષામાં પહેલે હતો અને તેણે આધુનિક સમાજને પ્રતીતિકર થાય તેવી પ્રચુર સામગ્રી રજૂ કરી હતી. વળી તેનું સંશોધન પ. પૂ. પં. શ્રી ધુરંધરવિજયજી ગણિવર્ય, તે હાલના પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરધરસૂરિજી મહારાજ, ૫. પં. પૂ. શ્રી કીતિવિજયજી ગણિવર્ય, તે હાલના પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યકીર્તિચંદ્રસૂરિજી મહારાજ તથા ૫. પૂ. સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પ. પૂ. મુનિરાજ શ્રી મહાપ્રભવિજયજી મહારાજ તથા ૫. પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી મહારાજ પાસે કરાવવામાં આવ્યું હતું, એટલે એ ગ્રંથની ઉપાદેયતામાં અનેકગણું વધારે થયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 501