Book Title: Jinabhakti Author(s): Bhadrankarvijay Publisher: Namaskar Aradhana Kendra Palitana View full book textPage 6
________________ એ છે કે આપણા ચિત્તમાં અંગાંગી ભાવે ભક્તિ ભાવ ઉત્પન્ન થાય-અભેદભાવે આપણે પરમાત્માને મળીએ અને તેના માટે જે ચિત્તશુદ્ધિ-ચિત્તની નિર્મળતા, પ્રસન્નતા, ચિત્તની સ્થિરતા અને તન્મયતા આપણને પ્રાપ્ત થાય એ જ આ સ્તોત્રોનાં ચિંતન, મનન, મરણ, રતવન, કીર્તન અને ભાવનનું મુખ્ય ફળ છે. આ ઉદેશને નજર સમક્ષ રાખીને આ તેત્રોને પ્રણિધાનપૂર્વક જે નિત્ય નિયમિત સ્વાધ્યાય કરવામાં આવે તો અવશ્ય આપણને આપણું ક્ષાપશમ મુજબ તેને અનુભવ આજે પણ થાય. આ પુસ્તકમાં રજુ થયેલ કૃતિઓની અને કૃતિકાર મહાપુરૂષની વિશિષ્ટતા જાણવા માટે આ પુસ્તકમાં રજુ થયેલ પ. પૂ. પંન્યાસજી મ. સા. ની મનનીય પ્રસ્તાવના તથા તેઓશ્રીએ લખેલા ત્રણ પરિશિષ્ટોને માનપૂર્વક વાંચવા માટે ખાસ ભલામણ કરીએ છીએ. ભક્તિ પ્રિય આત્માને તેમાંથી ભક્તિરસપોષક ઘણી સામગ્રી વાંચવા મળી શકશે. - સૌ કોઈ આમાં રજુ થયેલી કૃતિઓના અનુપ્રેક્ષાપૂર્વક સ્વાધ્યાય દ્વારા પ્રભુભક્તિમાં તલ્લીનતન્મય–એકાકાર બની આત્મ કલ્યાણને પ્રાપ્ત કરનારા બને એ જ મંગલ મનેભાવના, Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 226