Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 6
________________ વ્યાખ્યાનના અંતમાં, ધર્મતત્ત્વને સરલતાપૂર્વક સમજાવવા માટે સુદર્શન શેઠની ચરિત્રકથા આલેખવામાં આવી છે. ભગવાનની ગંભીર વાણી જ્યારે સીધી રીતે સમજમાં આવતી ન હેાય ત્યારે સાધારણ જનસમાજ સમજી શકે એ માટે ચરિત્રકથાના આશ્રય લેવા પડે છે. ચિરત્રને પ્રથમાનુયાગ કહેવામાં આવે છે અર્થાત્ પહેલી શ્રેણિના બાળ જીવાને માટે આ ચિરતાનુયોગ બહુ લાભપ્રદ છે. આ ચરિત્રકથામાં ગૃહસ્થશિરામણિ સુદર્શન શેઠની શીલ કથા આપવામાં આવી છે. આ કથામાં મુખ્યત્વે જો કે શીલનું વર્ણન છે પણ તેની સાથે સંબંધ ધરાવતા દાન, તપ અને ભાવનું પણ ગાણુરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાત્મક ચિત્રકથનમાં ગારક્ષા, નગરવ્યવસ્થા, સંતતિનિયમન, બ્રહ્મચર્ય, શિક્ષાપ્રણાલી, માનવજીવન, જૈનધર્મની વ્યાપકતા આદિ જીવનસ્પર્શી વિષયાને એવી રીતે પ્રાસંગિક ચર્ચવામાં આવ્યાં છે કે જાણે સુદર્શન શેઠ સમાજસુધારક, રાષ્ટ્ર" વિધાયક અને ધનાયક તરીકે સમાજસુધારણા, રાષ્ટ્રવિકાસ અને ધર્મવિષયક અનેક વાર્તાને જનસમાજને કષ્યએધ કરાવતા હોય એમ લાગે છે. આ રીતે સુદર્શન શેઠની ચરિત્રકથાદ્વારા સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક જીવનને સ્પર્શતા વિષયાન, વ્યવહાર અને નિશ્ચયની દૃષ્ટિએ મર્યાદિત સાધુભાષામાં, સર્વાંગીણ વિચાર કરવામાં આવ્યા છે. આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના, સનાથ-અનાથ વિષે શાસ્ત્રવિચાર અને સુદર્શન શેઠના ચિરત્રના એવા સુંદર સુમેળ સાધવામાં આવ્યે છે કે જાણે એ ત્રણેય વિષયેાના પારસ્પરિક સબંધ સંકળાએલા જ હાય એમ જણાય છે. જૈનધમ કેટલા બધા વ્યવહા અને વ્યાપક છે અને વિશ્વધર્મમાં તેનુ કેટલું મહત્ત્વનુ સ્થાન છે તે આ વ્યાખ્યાનસંગ્રહમાં પ્રતિપાદિત અહિંસા અને એકાન્તવાદના સિદ્ધાંતથી જણાઇ આવશે. જૈનધમ એ કાઇ ધર્મના પ્રતિસ્પર્ધી ધમ નથી પણ તે ધ આચારમાં ઉતારવાના ધર્મો છે અને એ દૃષ્ટિએ જૈનધમ અમુક જાતિને કે અમુક વ્યક્તિને ધ નહિ પણ બધાના આચારણીય–આદરણીય ધમ છે. જૈનધર્માંના અહિંસાવાદ એક બાજુ પ્રાણીમાત્રને સુખી જીવન ગાળવાનું અભયંદાન આપે છે અને બીજી બાજુ તેના અનેકાન્તવાદ બધાંને આંતરકલહ શાન્ત કરે છે, અહિંસા અને અનેકાન્તવાદ એ જૈનધર્મની અન્ને બાજુએ છે. અહિંસા અને અનેકાન્તવાદ એ એ જૈનધર્મના મહાન્ સિદ્ધાન્તાનું આ વ્યાખ્યાનસંગ્રહમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પુનર્જન્મ, આત્મસિદ્ધિ, લેશ્યા આદિ આધ્યાત્મિક વિષયા ઉપર પણ સુંદર પ્રકાશ પાડવામાં આવ્યા છે. સંક્ષેપમાં ધર્મ, નીતિ, સમાજસુધારણા, રાષ્ટ્રીયવિકાસ આદિ વિષયેાદ્વારા જીવનવિકા સના રાજમાર્ગ બતાવવામાં અને જૈનદર્શનનાં પ્રાણભૂત સિદ્ધાન્તાદ્વારા જૈનત્વનું રહસ્ય સમજાવવામાં સહાયભૂત નીવડે એવા આ વ્યાખ્યાનસંગ્રહ છે. જૈનધમ કેટલા બધા વ્યવહાય અને વ્યાપક છે તેને સ્પષ્ટ ખ્યાલ, આ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનાના વાચન-મનન કરવાથી આવ્યા વગર નિહ રહે. આ વ્યાખ્યાનસંગ્રહના પ્રકાશનના મુખ્ય હેતુ જૈનધમ નાં મૂળભૂત સિદ્ધાન્તાના પ્રચાર થાય એ છે. અને સાથે સાથે સાધુસમુદાય એછા હાવાને કારણે જે નાનાં ગામડાંઓમાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 736