Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra Author(s): Jawahirlal Maharaj Publisher: Mahavir Jain Gyanoday Society View full book textPage 4
________________ પ્રસ્તાવના મણ ભગવાન મહાવીરના સમગ્ર જીવન અને ઉપદેશનો સંક્ષિપ્ત સાર આચારમાં સંપૂર્ણ અહિંસા અને તત્ત્વજ્ઞાનમાં અનેકાન્તવાદ છે. ભગવાન મહાવીરના સંપ્રદાયના આચારને અને શાસ્ત્રના વિચારને આ બે તોના-અહિંસા અને અનેકાન્તવાદના ભાષ્યરૂપે સમજવા જોઈએ એવો વિદ્વાનને નિષ્પક્ષ મત છે. આ દૃષ્ટિએ જૈનધર્મ આચારવિચારપ્રધાન છે. આચારધર્મને જીવનમાં ઉતારવા માટે વિચારબળને કેળવવાની જરૂર રહે છે. વિચારબળને કેળવવાનાં અને લોકજીવનને વિચારશીલ બનાવવાનાં અનેક કારણોમાં વ્યાખ્યાનપદ્ધતિ એ એક કારણ છે. વ્યાખ્યાનનું વર્ચસ્વ ટકાવવા માટે અને વ્યાખ્યાનનો પ્રભાવ જનસમાજ ઉપર પાડવા માટે વ્યાખ્યાતાએ આચારધર્મને જીવનમાં ઉતારવો પડે છે અને જ્યારે વ્યાખ્યાતા આચારધર્મી બને છે ત્યારે જ તેમના વચનને લોકસમાજ ઉપર પ્રભાવ પડે છે. બાકી આચાર વિનાનો વિચાર પ્રાયઃ નિષ્ફળ જાય છે. પ્રસ્તુત વ્યાખ્યાનસંગ્રહ સ્થા. જૈન સમુદાયના ગૌરવસમા શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રીએ રાજકોટ ચાતુર્માસમાં આપેલાં ક્રમિક વ્યાખ્યાનોને શુભ સંગ્રહ છે. આ વ્યાખ્યાનોને જનસમાજ સમક્ષ ઉપસ્થિત કરનાર અને જૈનધર્મનો મર્મ સમજાવનાર મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી અને પ્રતિપાદનશૈલી કેવી યુગાનુસારી, બેધક, પ્રેરક અને સચોટ અસર કરનારી છે તે આ શાસ્ત્રીય વ્યાખ્યાનના વાચન-મનન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવશે. પ્રત્યેક વ્યાખ્યાન ત્રણ વિભાગમાં વિભક્ત થએલ છે. આદિમાં પરમાત્માની પ્રાર્થના વિષે, મધ્યમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંના મહાનિર્ચથીય-અનાથી મુનિના અધ્યયન વિષે અને અંતમાં ચરિતાનુવાદરૂપે શ્રી સુદર્શન ચરિત્રનું નિરૂપણ કરવામાં આવેલ છે. પ્રારંભમાં કવિ વિનયચંદ્રજી કુંભટ કૃત ર૪ તીર્થંકર-પ્રાર્થના વિષે આધ્યાત્મિક રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે અને પ્રાર્થનનું જીવનવિકાસમાં કેટલું મહત્ત્વનું સ્થાન છે તે બતાવવામાં આવેલ છે. જીવનને નિયમિત અને પ્રભુમય બનાવવામાં પ્રાર્થના એક અમેઘ સાધન છે. જો કે, આજના બુદ્ધિવાદના જમાનામાં શ્રદ્ધાભાવને લોપ થતું જાય છે અને તેનું સ્થાન તક લેતે જાય છે પણ જે તત્તવની શોધમાં બુદ્ધિ પણ બુટ્ટી થઈ જાય છે અને તર્ક પણ પાછો ફરે છે તે તર્ક અને બુદ્ધિથી પર અગમ્ય આત્માના અસ્તિત્વ વિષે પણ નાસ્તિકતા ઉદ્દભવે છે તે પછી પરમાત્માની પ્રાર્થના વિષે આસ્તિકતા કયાંથી હોય? ભલે નાસ્તિકવાદની દષ્ટિએ પરમાત્માની પ્રાર્થનાનું મૂલ્ય કાંઈ ન હોય પણ જેમને પરમાત્મા અને આત્મા પ્રતિ અચલ શ્રદ્ધા છે તેમને માટે પ્રાર્થના એ તો વિકારવિષને દૂર કરવાનું જીવનઔષધ છે. પૂજ્યશ્રી પણ પ્રાર્થનાને જીવનસાધનાનું એક મુખ્ય અંગ સમજી પ્રત્યેક કાર્યમાં તેને મહત્ત્વ આપે છે. પૂજ્યશ્રીએ પ્રાર્થના વિષે પિતાનાં જે મૌલિક વિચારો વર્ણવ્યા છે તે પ્રત્યે વાચકનું અમે ખાસ ધ્યાન ખેંચીએ છીએ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 736