Book Title: Jain_Satyaprakash 1954 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ-કારભાર પર ધર્માચાર્યની વિચારણા લેખકઃ પં. શ્રીયુત લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા વિકમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા મહાન ધર્મોપદેશક આચાર્ય શ્રી. વિજ્યાન રિએ સુપ્રસિદ્ધ મંત્રીશ્વર વસ્તુપાલને ઉદ્દેશી રાજ-કારભાર પર મહત્ત્વના વિચારે જણાવ્યા હતા, તે તેમના શિષ્ય ઉદયપ્રભસૂરિએ ધર્માલ્યુદય' નામના સંસ્કૃત મહાકાવ્યમાં ( સં. ૧૨૯૦માં લિ. તા. પુસ્તકમાં પ્રકટ કર્યા છે, તે વિચારવા એગ્ય છે. ગુરુજીએ દાન, રિશીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં ભાવનાની પ્રધાનતા અને તેના વડે દાન, શીલ અને તપની સફલતા પ્રતિપાદન કરી હતી. મંત્રીએ જણાવ્યું કે-“ભાવન ! આ ઉચ્ચ પ્રકારની પવિત્ર ભાવના રાજ-વ્યાપાર (ાજ-કારભાર)થી કલુષિત થયેલા અમારા હૃદયમાં વાસ કરતી નથી.' ગુરુજીએ ગૌરવને ઉચિત એવું વચન ઉચ્ચાર્યું કે મંત્રિન ! રાજકારભારને તમારા વડે શા માટે દૂષિત કરવામાં આવે છે? કારણ કે આ રાજકારભાર, તુછ ચિત્તવાળા, અત્ત, ફુર કર્મ કરનારા, પદારાપ્રેમી, ધરોહ અને પરને પીડા કરવામાં પરાયણ એવા આત્માઓને, તેમજ તત્કાલીન ક્ષણિક સુખમાં આદરયુકત ચિત્તવાળા જનોને, તેમજ નરકને જોવામાં અધ, હિત સાંભળવામાં બહેરા, અપજશરૂપ કીચડમાં પડનારા એવા સુદ સને આ લોક અને પરલાકમાં અનર્થ-સંબંધેના અદિતીય કારણરૂપ થાય છે. પરંતુ જેઓ પુણ્ય (પવિત્ર) કર્મ કરનારા, મહેરછ ( ઉદાર ) સ્વચ્છ પવિત્ર બુદ્ધિવાળા છે, જેઓએ પોપકારની પ્રવૃત્તિઓથી જીવિતને સફલ કર્યું છે, ગુરના ઉપદેશામૃતના પૂરથી જેમનાં મન પવિત્ર બનેલાં છે. જેઓ વૈભવ અને ભવ પ્રત્યે ભંગુર (અનિત્ય ) ભાવ ભાવનારા છે, તથા ઉજજવલ થશે અને ધર્મમાં સ્થિરતાભરી બુદ્ધિને કરનારા છે, જેમણે અરિવર્ગ (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષને જીત્યા છે, જે સ્વયં ઉત્તરકાલ (પરિણામ) ને જેનારા છે, તેવા અદ્ભુત સત્ત્વશાલી, લેકેત્તર (અલૌકિક) આત્માઓને આ રાજકારભાર જ આ લોકમાં અને પાકમાં સિદ્ધિ માટે થાય છે. કારણ કે તીર્થકરેએ ફરમાવેલ એ ધર્મ અલૌકિક પ્રકાર છે, જે સ્વર્ગ અને મેક્ષની સામ્રાજ્ય-લીને વરવાના સ્વયંવરમંડપ જેવે છે. મહાસત્ત્વ સિવાયના ઈતર નરોને એ અત્યંત દુષ્કર છે, બીજું શું ? તીર્થ કર લક્ષ્મીનાં કારણોમાં જે શિરોમણિ જેવો છે, તે પ્રભાવના નામને ધર્મ પણ, રાજકારભારરૂપ તેજ વડે દુરિત (વિન-અનિષ્ટ) અંધકારના વિધ્વંસથી દેદીપ્યમાન શોભાને * " पावनी नावनीनाथ-व्यापारकलुघे हृदि । आस्माकीये वसत्युच्चैर्भावना भगवन्नसौ ॥३९॥ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28