Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨] શ્રી, જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ નીતિમાન, સેવાભાવી અને વાર્થયાગી તેમજ વિવેકી આત્માને પ્રાપ્ત થતી સત્તા ખરેખર સંસારની શેભા બને છે. આજે જ્યાં જુઓ ત્યાં સસ્તા મેળવવા મથતા માનવ આપણુ મેર દૃષ્ટિગોચર થાય છે, સત્તાને પામેલાંનાં સુખની કલ્પના કરી તેની ઈર્ષ્યા કરનારા આપણે સંસારમાં આજે ક્યાં ઓછા છે! પણ સત્તા એ કાચ પાસે છે, એ રખે તેઓ ભૂલે! જે તેને મારતાં આવડે છે તે અમૃત બને છે, નહિતર સત્તાને નહિ જીરવી શકનારા અનેક રીતે ખુવાર થયાના દાંત ઇતિહાસના પાને નોંધાયેલા આપણી સામે છે. સત્તાના સ્થાને રહેલાઓને માટે પણ કેટકેટલી કસોટીના પ્રસંગો આવે છે, જે વેળા તેને ન્યાયપ્રિય આત્મા સત્તાને સોગ કરી. સંસારને માટે ભવ્ય આદર્શ ખડો કરી જાય છે. આવો જ એક પ્રસંગ ઇતિહાસના પાના પર નોંધાયેલે પાડ્યો છે. કાશીનાં મહારાણી કરુણાદેવી ગંગાના કિનારા પર શિયાળાની એક સાંજે ફરવા નીકળ્યાં છે. ગંગાસ્નાન કરીને તેઓએ વચ્ચે એક કેર જઈ બદલ્યાં. ધીરે ધીરે અંધારું થતું જાય છે. ઠંડીની અસર વધવા માંડી, મહારાણીના શરીર પર થડા મુલાયમ વસ્ત્રો અને શાલ સિવાય કાંઈ નથી. તાજું સ્નાન કરેલું હેવાથી શરીર પર ઠંડી વધુ લાગવા માંડી. ધ્રુજતા. શરીરે મહારાણીએ પોતાના સેવકને આદેશ કર્યો “જાઓ તપાસ કરે. તાપણું કરવા માટે કાંઈ સાધન મળે તે લઈ આવે.' 'મહારાણીના હુકમને માથે ચઢાવીને સેવકોએ ત્યાં બાળવાના બળતણની શોધ કરવા માંડી. એટલામાં મહારાણીની નજર ત્યાં નદી કિનારે ઘાસની નાનીશી, ઝૂંપડીઓ કરી એને જ પિતાને આવાસ માનીને રહેલા ગરીબ માણસે જણયા, એ ઝૂંપડીઓના ઘાસને મહારાણીએ મંગાવ્યું. પેલા નિરાધાર ગરીઓએ જવાબ આપે એ નહિ બને. આ ઘાસની ઝૂંપડીઓ એ તો અમારો આધાર છે. આવી ઠંડીમાં અમે ક્યાં જઈએ ? કાશીનાં મહારાણીને કવેળાએ પિતાની સત્તાને ગર્વ આવ્યો. સત્તાના ધેનમાં એ ભાનભૂલાં બન્યાં. સેવકેને તેમણે કહ્યું: “ઈ શું રહ્યા છો ! તમને ખબર નથી કે આ ફૂટી બદામના માણસે મારું અપમાન કરી રહ્યા છે ? આ બધી ઝૂંપડીઓ હમણાં જ સળગાવી મ. ઠીક થશે. ડીમાં તાપણું કરવા આ કામ લાગશે.' સત્તાને ભાર માથા પર લઈને ફરનાર મહારાણીની માનવતા અત્યારે મરી પરવારી. પોતાની સત્તાનું ઘમંડપૂર્વક પ્રદર્શન કરવાનો તેમને આ મેકે મળી ગયો. હુકમના તાબેદાર સેવકોએ મીજાજથી પેલા ગરીબ લોકોને બાળ-બચ્ચાં સાથે કડકડતી ઠંડીમાં ઢસડી ઢસડીને બહાર કાઢયા, તે લેકિની ઘરવખરી જેમ તેમ ફેંકી દીધી, ને ઝુંપડીઓને સળગાવી મૂકી. - મહારાણીને પોતાની સત્તા માટે ક્ષણભર મદ ચડ્યો. સત્તાના સ્વપ્નમાં રાચતાં મહાદેવી તે સાંજે સેવકોની સાથે ગુમાનપૂર્વક પાલખીમાં બેસી રાજમહેલમાં આવ્યાં. બીજે દિવસે સવારે કાશી શહેરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ મહારાણીએ ગરીબ નિરાધાર પ્રજાજનો પર વરસાવેલા અત્યાચારના સમાચાર કાશીનરેશ સ્વરૂપસુંદર મહારાજા પાસે આવ્યા. મહારાજા સ્વભાવે ઉદાર તથા ન્યાયનિક હતા. તેમણે જાતે તપાસ શરૂ કરી. જે લેકેની ઝુંપડીઓ બાળી નાખવામાં આવી હતી તેમને ખુદ મહારાજાએ બેલાવ્યા. તે ગરીબ લેકીને કાશીનરેશે પૂછ્યું: “તમારી ઝુંપડીઓ કોણે બાળી ?' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28